Western Times News

Gujarati News

બોટાદમાં ઝાપટું,છતા પણ ગુજરાતમાં ચોમાસું વહેલું બેસવાની શક્યતા નહિવત

બોટાદ, કેરળમાં ૨૯મી મેના રોજ ચોમાસું બેસી ગયું છે. તેની સાથે જ ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે તેનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતો ગુજરાતમાં વરસાદને લઈને વિવિધ શક્યતાઓ વ્યક્તિ કરી રહ્યા છે.

આ દરમિયાન અમુક જગ્યા પર પ્રી-મોન્સૂન એક્ટિવિટી પણ થતી જાેવા મળી રહી છે. આ જ કડીમાં આજે બોટાદ જિલ્લાના કેટલાભ ભાગોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગઢડાના ઇતરિયા, લીંબાલી ગામમાં વરસાદી ઝાપટું પડ્યું છે.

બંને ગામમાં પવન સાથે વરસાદ પડતા વાતવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ગુજરાતમાં વહેલા ચોમાસાની કોઈ શક્યતા લાગી રહી નથી. આ ઉપરાંત હજુ બે દિવસ સુધી ગરમીથી પણ રાહત મળવાના કોઈ સંકેત નથી.

હવામાન વૈજ્ઞાનિક વિજીનલાલે જણાવ્યુ હતુ કે, ચોમાસું હાલ કર્ણાટકના ૨૫ ટકા વિસ્તારમાં પહોંચી ગયું છે. અડધા તમિલનાડુમાં પણ ચોમાસું બેસી ગયું છે. આગામી બે ત્રણ દિવસમાં ચોમાસું વધારે આગળ વધશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વર્ષે દેશમાં સારો વરસાદ પડવાનું અનુમાન છે. આ વર્ષે દેશમાં ૧૦૩ ટકા સરેરાશ વરસાદ પડશે. આ ઉપરાંત ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસું બેસી જશે.

જૂન મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષે રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડશે. કેરળમાં આ વર્ષે ૨૯મી મેના રોજ નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે. સામાન્ય રીતે કેરળમાં વરસાદ બાદ મુંબઈ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થતું હોય છે. આ વખતે હવામાન વિભાગે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આશા વ્યક્ત કરી છે.

દર વર્ષની ધારણ પ્રમાણે ગુજરાતમાં ૧૫મી જૂનની આસપાસ વરસાદનું આગમન થઈ શકે છે. ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસસશે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે કે, રાજ્યમાં ૧૦ જૂન સુધીમાં વરસાદી ઝાપટા પડશે. ૧૪ અને ૧૫ જૂન આસપાસ સારો વરસાદ થશે. જુલાઈ મહિનામાં અને ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ સારો રહેશે. તો સપ્ટેમ્બરમાં થોડો ઓછો વરસાદ પડશે.

વરસાદ કેટલો પડશે તેની પણ ધારણા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના વરસાદના ડેટા તપાસીએ તો પાંચમાંથી ત્રણ વર્ષ દરમિયાન રાજ્યમાં સરેરાશથી વધારે વરસાદ પડ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.