Western Times News

Gujarati News

દૂધના ભાવમાં ત્રીજી વખત ભાવવધારો કરવામાં આવ્યો

રાજકોટ, રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ-જિલ્લા દૂધ સહકારી ઉત્પાદક સંઘે રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે મહત્વનો ર્નિણય લીધો છે. રાજકોટ જિલ્લાના પશુપાલકો કિલો ફેટ દીઠ ૧૦ રૂપિયા વધુ ચૂકવાશે.હવે ડેરી દ્વારા મંડળીઓને કિલોફેટ દીઠ રૂપિયા ચૂકવાશે.ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે દૂધના ભાવમાં ત્રીજી વખત ભાવવધારો કરવામાં આવ્યો છે.

ગત વર્ષે ૬૬૦ રૂપિયા ચૂકવાતા હતા જેની સામે આ વર્ષે ૭૦ રૂપિયા વધુ ચૂકવવામાં આવી રહ્યા છે. રાજકોટ-જિલ્લા દૂધ સહકારી ઉત્પાદક સંઘના આ ર્નિણયથી જિલ્લાના ૫૦ હજાર પશુપાલકોને સીધો ફાયદો થશે. દૂધના નવા ભાવ ૧ જૂનથી લાગુ કરાશે. રાજ્યમાં શહેરી વિસ્તારોમાં સૌથી પહોળો સિક્સલેન રોડ રાજકોટમાં બનવા જઈ રહ્યો છે. ગૌરવપથ કાલાવડ રોડ પર રાજ્યનો સૌથી પહોળો રોડ બનાવવામાં આવશે.

રાજકોટ કાલાવડ રોડ કે જ્યાં સૌથી વધુ ટ્રાફિક સમસ્યાઓ છે ત્યાં સિક્સલેન રોડ બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ૫ કિલોમીટર લાંબાને ૪૫ મીટર પહોળા રોડ બનાવવા માટે ૧૨૦ જેટલી મિલ્કતો કપાતમાં જશે. કાલાવડ પર કેકેવી ચોકથી અવધ રોડ સુધી રોડ બનશે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.