Western Times News

Gujarati News

“અંગદાન એ જ મહાદાન”ના સંકલ્પને વેગવંતુ બનાવવા સાયક્લોથોનનું આયોજન

“વિશ્વ સાયકલ દિવસ” મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે અમદાવાદ ખાતેની સાયક્લોથોનનો લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો

અંગદાન એ જ મહાદાનના સંકલ્પને વેગવંતુ બનાવીને જન જન માં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશયથી મંતવ્યન્યુઝ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું

વિશ્વ સાયકલ દિવસે મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે અંગદાન એ જ મહાદાનના સંકલ્પને વેગવંતુ બનાવવા જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશયથી મંતવ્ય ન્યુઝ દ્વારા આયોજીત સાયક્લોથોનનું અમદાવાદના વલ્લભ સદન ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.

બંને વરિષ્ઠ મંત્રીશ્રીઓ દ્વારા લીલીઝંડી આપ્યા બાદ ખૂદ પોતે પણ સાયકલ ચલાવીને અંગદાનના સંદેશાને જનવ્યાપી બનાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે સાયક્લીંગ કરીને લોકોને આરોગ્યપ્રદ રહેવા માટે સાયક્લીંગ અતિમહ્તવનું હોવાનો સંદેશો પણ આપ્યો હતો.

અંગદાન એ જ મહાદાનની જનજાગૃતિ માટેની સાયક્લોથોનમાં અમદાવાદ શહેરના મેયર શ્રી કિરિટભાઇ પરમાર, અમદાવાદ સિવિલ મેડીસીટીની વિવિધ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ડટ, ડાયરેક્ટર, ડીન શ્રીઓ, અંગદાન જનજાગૃતિની પ્રવૃતિ માટે ના સમાજસેવક શ્રી દિલીપભાઇ દેશમુખ સહિત અમદાવાદ શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.