Western Times News

Gujarati News

ટાટાએ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો કોન્ટ્રાક્ટ મેળવ્યો

નવી દિલ્હી, ભારતના નવા બનનારા ટોચના નોઈડા એરપોર્ટ માટે ટાટાએ લગાવેલ બોલીને એરપોર્ટ ઓથોરિટીએ સ્વીકારી લીધી છે. યમુના ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ (વાયઆઈએપીએલ)એ નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (એનઆઈએ) બનાવવા માટે ટાટા પ્રોજેક્ટ્‌સની બિડને સૌથી ઓછી બિડ જાહેર કરી કોન્ટ્રાકટ આપ્યો છે.

ટાટા પ્રોજેક્ટ્‌સ નોઇડા એરપોર્ટનું એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (ઈપીએસ) કામ હાથ ધરશે.આ પ્રોજેક્ટમાં ટાટાને નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલ, રનવે, એરસાઈડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તાઓ, લેન્ડસાઈડ સુવિધાઓ અને અન્ય જરૂરી બિલ્ડિંગોના નિર્માણનું કામ સોંપવામાં આવ્યું છે.

રસપ્રદ વાત એ છે કે ટાટા સમૂહની ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીએ આ કોન્ટ્રાક્ટ મેળવવા માટે શાપૂરજી, લાર્સન અને ટુબ્રો જેવી દિગ્ગજ કંપનીઓને પણ પછાડી છે.નવેમ્બર ૨૦૨૧માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેવર એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. ૧૩૩૪ હેક્ટરમાં ફેલાયેલા એરપોર્ટ પર પ્રથમ તબક્કામાં એક જ રનવે હશે અને તે વાર્ષિક ૧.૧ કરોડ મુસાફરોને હેન્ડલ કરવા સક્ષમ હશે.

એરપોર્ટનો પ્રથમ તબક્કો બે વર્ષમાં પૂર્ણ થવાની ધારણા છે અને એરપોર્ટ ૨૦૨૪ સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે.આ પ્રોજેક્ટ ઝુરિચ એરપોર્ટ અને ઉત્તર પ્રદેશ સરકાર વચ્ચે જાહેર-ખાનગી ભાગીદારી(પીપીપી) તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે.

ઝુરિચ એરપોર્ટ પ્રથમ તબક્કા માટે રૂ. ૫૭૦૦ કરોડનું રોકાણ કરી રહ્યું છે અને પ્રોજેક્ટ માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી આશરે રૂ. ૩૭૨૫ કરોડનું દેવું પણ ઉઘાર લીધું છે.નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ સંપૂર્ણ ડિજિટલ એરપોર્ટ હશે જ્યાં પરિવારો, વૃદ્ધો અને બિઝનેસ ક્લાસ મુસાફરોને કોન્ટેક્ટલેસ મુસાફરીનો લ્હાવો આપશે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.