Western Times News

Gujarati News

સોનિયા બાદ પ્રિયંકા પણ કોરોના પોઝિટીવ, ક્વોરેન્ટાઈન થયા

નવી દિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કોરોનાનું સંક્રમણ થયા બાદ ગાંધી પરિવારના બીજા સદસ્યને પણ કોરોના થયો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી કોરોનાથી સંક્રમિત થયા છે. પ્રિયંકા ગાંધીએ ટ્‌વીટરના માધ્યમથી આ અંગેની જાહેરાત કરી હતી.
તેમણે લખ્યું હતું કે, હું કોરોના પોઝિટીવ છું, મને કોરોનાના હળવા લક્ષણો છે. મેં તમામ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને મારી જાતને ઘરમાં ક્વોરેન્ટાઈન કરી દીધી છે.

પ્રિયંકા ગાંધી કાલે જ લખનૌથી દિલ્હી પરત ફર્યા હતા. તેઓ બે દિવસીય નવ સંકલ્પ ચિંતન શિબિર માટે લખનૌ ગયા હતા. દિલ્હી આવ્યા બાદ તેમણે કોરોના પોઝિટીવ હોવાની જાહેરાત કરી હતી.આ અગાઉ ગુરૂવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ સોનિયા ગાંધીના કોરોના પોઝિટીવ હોવાની જાણકારી આપતા કહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં સોનિયા ગાંધી જે નેતાઓ અને કાર્યકરોને મળ્યા હતા, તેમાંથી અનેકના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે.

સૂરજેવાલાના કહેવા પ્રમાણે બુધવારના રોજ સોનિયા ગાંધીને હળવો તાવ આવ્યો હતો, ત્યારબાદ કોવિડ ટેસ્ટ કરાવવામાં આવતા રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.કોરોના પોઝિટીવ હોવાના કારણે સોનિયા ગાંધીએ પોતાને આઈસોલેટ કરી દીધા છે. સૂરજેવાલાએ ૮ જૂન પહેલાં તેઓ સાજા થઈ જશે તેવી આશા બતાવી છે.ઉલ્લેખનીય છે કે, ૮ જૂનના રોજ સોનિયા ગાંધીને ઈડીએ નેશનલ હોરાલ્ડ કેસની પૂછપરછ માટે બોલાવ્યા છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.