Western Times News

Gujarati News

સુરતમાં યોજાયેલી ફીટ ઈન્ડિયા હીટ ઈન્ડિયામાં ભરૂચનો યુવાન વિજેતા

સાત શહેરોમાં ઓડીશન યોજાતા ૩૧ સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી હતી

 

ભરૂચ : ભરૂચ ના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતાં યુવાને સુરત ખાતે યોજાયેલી ફીટ ઈન્ડિયા હીટ ઈન્ડીયા સ્પર્ધામાં મીસ્ટર ફીટ સહિત બે સબટાઈટલ અને અંતિમ વિજેતા બની જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતો દેવેન્દ્રસિંહ વિક્રમસિંહ રણા ઉર્ફે દેવ બોડી બિલ્ડીંગના ક્ષેત્રમાં નામના મેળવવાની દિશામાં મકકમ ગતિથી આગળ વધી રહયો છે.તાજેતરમાં તેણે સુરત ખાતે આયોજીત ફીટ ઈન્ડીયા હીટ ઈન્ડીયા કોમ્પીટીશનમાં વિજેતા બની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેર્યું છે.આ સ્પર્ધા પહેલા રાજયના સાત શહેરોમાં ઓડીશન યોજવામાં આવ્યા હતા અને જે માંથી ૩૧ યુવાનોની પસંદગી કરવામાં આવી હતી.

આ ૩૧ યુવાનોમાં ભરૂચ ના દેવનો પણ સમાવેશ થયો હતો.સુરતના ઉભરાટ વિસ્તારમાં ચાર દિવસ સુધી ચાલેલી આ સ્પર્ધામાં ૧૫  સબ ટાઈટલ માટે સ્પર્ધકોએ તેમનું કૌવત બતાવ્યું હતું.જેમાં દેવે મીસ્ટર ફીટ અને બેસ્ટ ફીઝીકલ બોડીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.આ ઉપરાંત કેના ખાતે યોજાયેલી સ્પર્ધાની ફીનાલેમાં પણ તેને વિજેતા ઘોષિત કરાયો હતો.

આ પ્રસંગે દેવે જણાવ્યું હતું કે તે છેલ્લા ચાર પાંચ વર્ષથી બોડી બિલ્ડીંગના ક્ષેત્રમાં આવ્યો છે.પણ આ સ્પર્ધા માટે છેલ્લા ૬ મહિનાથી પરિશ્રમ કરી રહયો હતો અને સ્પર્ધાના તમામ પડાવોને પાર પાડવા માટે તમામ તૈયારીઓ કરી હતી જેમાં સફળતા મળતાં ખુશીની લાગણી થઈ રહી છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.