Western Times News

Gujarati News

૧૨૫ ગામના ખેડૂતોની પાણીની માંગઃ હિન્દુઓએ પ્રાર્થના કરી, તો મુસ્લિમોએ દુઆ કરી

પાલનપુર,બનાસકાંઠાના વડગામમાં આવેલ કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમ પાણીથી ભરવા માટેની માંગને લઈને ૧૨૫ ગામોના ખેડૂતોએ ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તે માટે દરેક ગામોમાં દીપ પ્રગટાવીને મહાઆરતી કરી હતી. તો અનેક મુસ્લિમ બિરાદરોએ ખાસ નામજ અદા કરીને અલ્લાતાલાને દુઆ કરી હતી.
વડગામ અને પાલનપુર પંથકમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે, જેને લઈને છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂતો વડગામના કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવાની માંગ કરી રહ્યા છે.

જાેકે ખેડૂતોની માંગ ન સ્વીકારતાં અઠવાડિયા પહેલા વડગામ અને પાલનપુરના ૧૨૫ ગામોના ૨૦ હજારથી વધુ ખેડૂતોએ મહારેલી યોજીને વિરોધ પ્રદશન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું. સાથે જ કરમાવત તળાવ ભરવાની માંગ કરી હતી. જાેકે તેમ છતાં હજુ સુધી સરકાર તરફથી આ દિશામાં કોઈ યોગ્ય પગલાં ન ભરાતા ખેડૂતો ભારે રોષ જાેવા મળી રહ્યો છે. જેને લઈને ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તે માટે આજે ૧૨૫ ગામોમાં ખેડૂતો, મહિલા પશુપાલકો અને લોકોએ ગામના મંદિરમાં સામુહિક દીપ પ્રગટાવીને મહાઆરતી કરી હતી.

ભગવાનને પ્રાર્થના કરી હતી કે ભગવાન સરકારને સદબુદ્ધિ આપે, જેથી સરકાર ખેડૂતોની વેદના સમજે અને પાણી આપે. તો બીજું બાજુ ૧૨૫ ગામોના લોકોએ પણ પોતાના ઘરના આંગણામાં એક દીપ પ્રગટાવીને ખેડૂતોને સમર્થન આપ્યું હતું. બીજી તરફ અનેક ગામોના મુસ્લીમ બિરાદરોએ પણ પોતાના ગામની મસ્જિદમાં જઈને સામુહિક ખાસ ઈબાદત કરી હતી અને અલ્લાહતાલાને દુઆ કરી હતી કે અલ્લા સરકાર કો સદબુદ્ધિ ફરમાયે. ખેડૂત વિપુલભાઇ ચૌધરીએ જણાવ્યુ કે, અમે ૨૦ હજાર ખેડૂતોએ મહારેલી નીકાળી છતાં પણ સરકાર અમારું સાંભળતી નથી.

જેથી આજે અમે ૧૨૫ ગામોના ખેડૂતોએ ભેગા મળી સરકારને સદબુદ્ધિ આવે તે માટે પ્રાર્થના કરી છે.કિસાનોએ કહ્યું હતું કે સરકારને કઈ પડી નથી એટલે આજે અમે મહાઆરતી કરી. ભગવાન અમારી અરજ સાંભળે અને સરકારને સદબુદ્ધિ આપે એ માટે આજે અમે જ્યોત પ્રગટાવી છે. ખેડૂતો ભગવાનના શરણે ગયા છે અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ત્યારે હવે જાેવાનું એ રહે છે કે ખેડૂતોની માંગ ક્યારે પુરી થાય છે.HS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.