Western Times News

Gujarati News

ધો-૯-૧૧માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો લેવાશે રી ટેસ્ટ

ગાંધીનગર , કોરોનાકાળમાં સતત ૨ વર્ષથી મળતા માસ પ્રમોશનને કારણે વિદ્યાર્થીઓને પાયો કાચો જાેવા મળ્યો છે. માસ પ્રમોશનને કારણે આ વર્ષે ધોરણ ૯ અને ૧૧માં મોટી સંખ્યામાં બાળકો નાપાસ થયા છે. ત્યારે રાજ્યમાં ધો-૯ અને ૧૧માં નાપાસ થયેલા વિધાર્થીઓ માટે મોટો ર્નિણય લેવાયો છે.૧૩ જૂન સ્કૂલ શરૂ થયા બાદ ધો-૯-૧૧માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો રી ટેસ્ટ લેવામાં આવશે.

શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કોરોનાને કારણે વિદ્યાર્થીઓના પરિણામ પર અસર પડી છે. બાળકોના અભ્યાસ પર અસર પડતા ર્નિણય લેવાયો છે.ગત મે મહિનાના ૯ તારીખના રોજ રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ બોર્ડને પત્ર લખવામાં આવ્યો હતો. અને રજૂઆત કરવામા આવી હતી કેધોરણ ૯ અને ૧૧માં ફરીથી પરીક્ષા લેવામાં આવે.

રાજ્ય શાળા સંચાલક મંડળે માગ કરતા જણાવ્યું કે, સતત બે વર્ષથી મળતા માસ પ્રમોશનથી વિદ્યાર્થીઓને નુકસાની થઇ રહી છે. આ વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થતાં ધોરણ ૯ અને ૧૧ની પરીક્ષા ફરીથી લેવાની જરૂર છે. જે બાદ રાજ્ય સરકારે ધો-૯-૧૧માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રી ટેસ્ટ લેવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ની પરીક્ષાનું પરિણામ તારીખ આવતીકાલ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮ઃ૦૦ કલાકે જાહેર થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮ઃ૦૦ કલાકે પ્રસિધ્ધ થશે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.