Western Times News

Gujarati News

અમદાવાદના ભક્તે માતાજીને સવા પાંચ લાખનો સુવર્ણ મુગટ અર્પણ કર્યો

પાલનપુર,યાત્રાધામ અંબાજીમાં અનેક ભક્તો દરરોજ માતાજીના દર્શન કરવા આવે છે. જેમાંથી કેટલાય ભક્તો માતાજીને અનેક વસ્તુઓ દાનમાં આપે છે. ત્યારે અમદાવાદના એક માઈભક્તે માતાજીને સોનાનો મુગટ દાન કર્યો હતો. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં દાનની સરવણી અવીરત ચાલું છે. યાત્રાધામ અંબાજી ગોલ્ડન ટેમ્પલ તરીકે અગ્રેસર જાેવા મળી રહ્યું છે.

માઈભકતો દ્વારા સોનાના દાનનો અવિરત પ્રવાહ ચાલું રાખવામાં આવ્યો છે. જેમાં આજે અંબાજી મંદિરને એક ભક્ત દ્વારા સોનાનો મુગટ દાનમાં આપવામાં આવ્યો છે. અમદાવાદના માઇ ભક્તે ૫.૧૮ લાખની કિંમતનું ૧૧૮.૭૫ ગ્રામ જેટલા સોનાનું મુગટનું દાન કર્યુ હતું. અંબાજી મંદિરમાં અનેક માઈભક્તો સોનાનું દાન કરી રહ્યા છે. અંબાજી મંદિરમાં અનેક માઈભક્તો સોનાનું દાન કરી રહ્યા છે.

અનેક શ્રદ્ધાળુઓની માનતા પુરી થતાં પણ સોનું ચઢાવી રહ્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા લુણાવાડાના માઈભક્તે મા અંબાને સોનાનો મુગટ ભેટ ધર્યો હતો. પરિવારે માતાજીના દર્શન પૂજા અર્ચના કરી રૂ.૩,૪૮,૬૭૨ કિંમતનો ૭૨.૬૪૦ મિલીગ્રામ વજનનો સુવર્ણ મુગટ માતાજીના ચરણમાં ભેટ ધર્યો હતો અને ધન્યતા અનુભવી હતી. જાેકે માઈ ભક્તે પોતાનું નામ જાહેર કરવાનો ઇન્કાર કર્યો હતો.

માં અંબાના ધામમાં અનેક શ્રદ્ધાળુઓ ગુપ્તદાન પણ કરતા હોય છે.યાત્રાધામ અંબાજીમાં સુવર્ણમય શિખરની કામગીરીમાં માઇભક્ત દ્વારા મા અંબાને ૫૦૦ ગ્રામ સોનું અર્પણ કરાયું હતું. અંદાજીત ૨૪ લાખ ૫૦ હજાર રૂપિયાનું સોનાનું દાન માઇભક્તે આપ્યું હતું. સુપ્રસિદ્ધ વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની એક નેમ છે જેની કામગીરી થઈ રહી છે. અનેક માઇભક્તો સોનાનું દાન કરી રહ્યા છે ત્યારે અમદાવાદના નવનીતભાઇ શાહ નામના માઈ ભક્તે ૫૦૦ ગ્રામ સોનાનું દાન કર્યું હતું.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.