Western Times News

Gujarati News

પુષ્પાની સીક્વલ માટે અલ્લુ અર્જૂનની ૧૦૦ કરોડની માગ

મુંબઈ, ફિલ્મ પુષ્પાઃ ધ રાઈઝ ફિલ્મ આવ્યા બાદ સાઉથના જાણીતા સુપરસ્ટાર અલ્લુ અર્જૂનના ચાહકોમાં દરરોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે અલ્લુ અર્જૂની પોપ્યુલેરીટી માત્ર આપણાં દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વધી ગઈ છે.

અલ્લુ અર્જૂને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જે પરદા પર હિટ સાબિત થઈ છે. તમને જણાવી દઈએ કે, સાઉથના સૌથી મોંઘા એક્ટરમાંથી એક છે. અલ્લુ અર્જૂન ઘણી વૈભવી લાઈફ જીવવાનું પસંદ કરે છે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, અલ્લુ અર્જુનની ટોટલ નેટવર્થ ૪૭ મિલિયન છે. એટલે કે લગભગ ૩૫૦ કરોડ રૂપિયા. તે એક ફિલ્મમાં કામ કરવાના ૧૪ થી ૧૫ કરોડ રૂપિયા ફી ચાર્જ કરે છે. ત્યારે ‘પુષ્પા’ની સીક્વલ માટે અલ્લુ અર્જૂને ૧૦૦ કરોડ રૂપિયાની મોટી રકમ માંગી છે.

અલ્લુ અર્જૂન હૈદરાબાદના જુબલી હિલ્સમાં એક વૈભવી બંગાલમાં રહે છે. તેનું ઘર ખુબ જ સુંદર રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે. જે ૮૦૦૦ જૂ કં માં ફેલાયેલું છે. આ ઉપરાંત તેના ઘરમાં એક પ્રાઈવેટ પૂલ પણ છે.

આ ઘરમાં અલ્લુ અર્જૂન તેની પત્ની સ્નેહા રેડ્ડી અને બે બાળકો સાથે રહે છે. મડિયા રિપોર્ટ અનુસાર આ ઘરની કિંમત ૧૦૦ કરોડ રૂપિયા છે. ત્યારે એક્ટરે મુંબઇમાં પણ એક ૨ મ્ૐદ્ભ ફ્લેટ ખરીદ્યો છે.

અલ્લુ અર્જુન કારનો ખુબ જ શોખીન છે. તેની પાસે એકથી એક ચઢિયાતી શાનદાર અને વૈભવી કારનું કલેક્શન છે. તેની પાસે એક રેન્જ રોવર, હમર એચ૨, રેન્જ રોવર વોગ, જેગુઆર એક્સજેએલ, વોલ્વો એક્સીસી૯૦ ટી૮ એક્સીલેન્સ જેવી મોંઘી કાર છે. તેની કારની કિંમત કરોડોમાં છે.

આ ઉપરાંત તેની પાસે પોતાનું એક પ્રાઈવેટ જેટ પણ છે અને સાથે વેનિટિ વેન પણ છે. મીડિયા રિપોર્ટ અનુસાર અલ્લુ અર્જૂનની વેનિટી વેનની કિંમત લગભગ ૭ કરોડ રૂપિયા છે. જેને તેણે ‘ધ ફાલ્કન’ નામ આપ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.