Western Times News

Gujarati News

બ્લિચિંગ પાઉડરનાં ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી

પ્રતિકાત્મક

૩ ફાયરની ગાડીએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી: અંદાજે ૧ લાખથી વધુનું નુકસાન

જામનગર, જામનગર શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં મોફરઝલ ચિકાણી નામના વેપારીનું બ્લિશિંગ પાઉડર-ફટકડી સહિતના સ્ફોટક કેમિકલનું ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં આજે કોઈ કારણસર આગ લાગી હતી. જેથી કેમિકલ પદાર્થોને કારણે ખોફના ધડાકાભડાકા આસપાસના વિસ્તારોમાં સંભળાયા હતા. આગ લાગતા ભારે અફડાતફડી મચી ગઇ હતી.

ફાયરની ટીમને ઘટનાની જાણ થતા ૩ ફાયર ફાઈટરની ગાડીએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. જાેકે, ગોડાઉનમાં રૂપિયા ૧ લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આગની ઘટનામાં કોઈપણ જાનહાનિ ન થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

જામનગરના ત્રણ દરવાજા વિસ્તારમાં બ્લિચિંગ પાઉડરનાં ગોડાઉનમાં આગ લાગી હતી. જેને લઈ આસપાસના રહેવાસીઓ, રાહદારીઓ તથા વાહનચાલકોમાં નાસભાગ થઈ હતી. આ જાેખમી ગોડાઉન શહેરના ભરચક વિસ્તારમાં અને એ પણ ફાયર સેફ્ટીના કોઇ જ સાધનો વિનાનું હોવાથી થોડી જ વારમાં આગ ભયાનક બની ગઇ હતી.

આ આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડ શાખાનાં જણાવ્યાં પ્રમાણે ૩ ફાયર ફાઈટરની ગાડીએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ ગોડાઉનનાં માલિકના જણાવ્યાં મુજબ અંદાજે રૂપિયા ૧ લાખનું નુકસાન થયું છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.