Western Times News

Gujarati News

સ્ટેટ ઑફ ઈન્ડિયાઝ એનવાયરનમેન્ટ ૨૦૨૨નો રિપોર્ટ: દર ૪ નદી-નિરીક્ષણ સ્ટેશનમાંના ત્રણમાં ભારે ઝેરીલી ધાતુઓ મળી

નદીઓમાં સીસુ, લોખંડ, નિકલ, કેડમિયમ, આર્સેનિક, ક્રોમિયમ અને તાંબાનું જાેખમી સ્તર નોંધવામાં આવ્યું

નવી દિલ્હી, ભારત, ચીન અને નેપાળમાં ૨૫ હિમનદી સરોવરો અને જળાશયોએ ૨૦૦૯થી તેમના વોટરશેડ વિસ્તારોમાં ૪૦ ટકાથી વધુ વધારો નોંધાવ્યો છે. એક નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જળ સ્ત્રોતોમાં આવેલુ આ પરિવર્તન પાંચ ભારતીય રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ગંભીર જાેખમ છે.

સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવાયરનમેન્ટના રિપોર્ટ અનુસાર જે પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જાેખમ છે, તે છે આસામ, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ, બિહાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખ. જાેકે, આ માત્ર જળ પ્રસારમાં વૃદ્ધિનો વિષય નથી.

સ્ટેટ ઑફ ઈન્ડિયાઝ એનવાયરનમેન્ટ ૨૦૨૨ઃ ઈન ફિગર્સ રિપોર્ટમાં છપાયેલા આંકડા ચિંતાજનક સ્થિતિ વ્યક્ત કરે છે. રિપોર્ટ અનુસાર ૧૯૯૦ અને ૨૦૧૮ની વચ્ચે ભારતના એક તૃતીયાંશથી વધારે કિનારામાં અમુક હદ સુધી ધોવાણ જાેવામાં આવ્યુ છે.

આ મામલે પશ્ચિમ બંગાળ સૌથી ખરાબ રીતે પ્રભાવિત છે કેમ કે અહીં દરિયાકાંઠાનુ ધોવાણ ૬૦ ટકાથી વધારે છે. આમાં કહેવામાં આવ્યુ છે કે વારંવાર ચક્રવાતનુ આવવુ, સમુદ્રના સ્તરમાં વૃદ્ધિ, માનવજનિત ગતિવિધિઓ જેવી કે બંદરોનુ નિર્માણ, સમુદ્ર કિનારાનુ ખનન અને ડેમનુ નિર્માણ કિનારાના ધોવાણના અમુક કારણ છે.

સરકારી આંકડાનો હવાલો આપતા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છેકે ભારતમાં દર ચાર નદી-નિરીક્ષણ સ્ટેશનમાંના ત્રણમાં ભારે ઝેરીલી ધાતુઓ, જેમ કે સીસુ, લોખંડ, નિકલ, કેડમિયમ, આર્સેનિક, ક્રોમિયમ અને તાંબાનુ જાેખમી સ્તર નોંધવામાં આવ્યુ છે.

૧૧૭ નદીઓ અને સહાયક નદીઓમાં ફેલાયેલા એક-ચતુર્થાંશ નિરીક્ષણ સ્ટેશનોમાં, બે કે વધારે ઝેરીલી ધાતુઓના ઉચ્ચ સ્તર છે. ખાસ કરીને ગંગા નદીના ૩૩ નિરીક્ષણ સ્ટેશનોમાંથી ૧૦ માં પ્રદૂષણનુ સ્તર ઘણુ વધારે છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતના વન વિસ્તારનો ૪૫થી ૬૪ ટકા ૨૦૩૦ સુધી જળવાયુ હોટસ્પોટ બનવાની સંભાવના છે.

૨૦૫૦ સુધી દેશનુ લગભગ સમગ્ર વન ક્ષેત્ર જળવાયુ હોટસ્પોટ બનવાની સંભાવના છે. સીએસઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે, જળવાયુ પરિવર્તનના કારણે થનારા નુકશાનની ગંભીરતા ૨૦૮૫માં વધવાની છે.જળવાયુ હોટસ્પોટ એક જેવા વિસ્તારને કહેવામાં આવે છે જે જળવાયુ પરિવર્તનના ગંભીર પ્રભાવોનો સામનો કરી શકે છે.

રિપોર્ટમાં એ પણ જાણકારી મળી છે કે ભારતે ૨૦૧૯-૨૦માં પેદા થયેલા ૩૫ લાખ ટન પ્લાસ્ટિક કચરામાંથી ૧૨ ટકાને રિસાઈકલ કર્યુ અને ૨૦ ટકાને સળગાવી દીધુ જ્યારે બાકીના ૬૮ ટકા પ્લાસ્ટિક કચરા વિશે કોઈ જાણકારી નથી, હોઈ શકે છે કે આ ડંપસાઈટ્‌સ અને લેંડફિલમાં સમાપ્ત થઈ ગયા હશે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.