Western Times News

Gujarati News

૨૦૩૫ પછી વિશ્વના દેશોમાં વસતીની ઝડપ ઘટવા લાગશે

વર્ષ ૨૦૫૦ સુધી ભારતની વસ્તીમાં વૃદ્ધોની સંખ્યા વધી જશે અને સદીના અંત સુધી વસતી ઘટી જશે

નવી દિલ્હી, દુનિયાના મોટાભાગના દેશોમાં વસ્તી વધારાની ઝડપ ૨૦૩૫ પછી ઘટવા લાગશે. મોટાભાગના દેશોમાં ફર્ટિલિટી રેટ રિપ્લેસમેન્ટ લેવલની નીચે છે. ભારતની વાત કરીએ તો ૨૦૫૦ સુધી ભારતની વસ્તીમાં વૃદ્ધોની સંખ્યા વધી જશે અને સદીના અંત સુધી વસ્તી ઘટી જશે. યુએન વર્લ્‌ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્‌સનું વિશ્લેષણ કરાયું છે, જેમાં આ તસવીર સ્પષ્ટ થઈ છે.

સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ, ૨૦૫૪ની આસપાસ દુનિયાની વસ્તી પીક પર પહોંચી જશે. એ સમયે દુનિયાની વસ્તી ૮.૯ અબજ સુધી પહોંચી જશે. જાેકે, ઘણા એક્સપર્ટસનું માનવું છે કે, વસ્તીનો પીક ૨૦૫૪ પહેલા પણ આવી શકે છે. જાેકે, આ સદીના ઉત્તરાર્ધમાં દુનિયાની વસ્તી ઘટવાનું શરૂ થઈ જશે.

હાલ ભારત એક યુવાન દેશ છે. દેશની કુલ વસ્તીમાંથી અડધા કરતા વધુ લોકોની ઉંમર ૪૦થી ઓછી છે. દેશમાં ૨૦૨૦માં ૧૦થી ૧૪ વર્ષના લોકોની સંખ્યા સૌથી વધુ હતી.૨૦૫૦ આવતા-આવતા ભારતની વસ્તી ઘરડી થવા લાગશે. વસ્તીમાં ૪૦થી ઉપરના લોકોની સંખ્યા સૌથી વધુ હશે.એ સમયે સુધી ભારતમાં ૪૦-૪૪ વર્ષના લોકો સૌથી વધુ હશે.

વર્તમાન સદીના અંત સુધીમાં ભારતની કુલ વસ્તી આજની સરખામણીએ લગભગ એક તૃતિયાંશ ઘટી જશે. એ સમયે દેશમાં સૌથી વધુ સંખ્યા ૬૦થી ૬૪ વર્ષની લોકોની હશેહાલની સદીના અંત સુધી ભારત, ચીન અને જાપાન જેવા તમામ દેશોની વસ્તીમાં નાટકીય ઘટાડો જાેવા મળશે. ૨૧૦૦ સુધી જાપાનની વસ્તીમાં સૌથી વધુ લગભગ ૬૦ ટકાનો ઘટાડો આવશે.

ચીનની વસ્તીમાં પણ ૫૦ ટકાથી વધારે ઘટાડો જાેવા મળશે. ભારતની વાત કરીએ તો, ૨૧૦૦ સુધી દેશની વસ્તી ૩૪ ટકા ઘટી જશે. યુએન મુજબ, ૨૦૨૦માં ભારતની વસ્તી ૧૩૮ કરોડ હતી, જે ૨૧૦૦માં ઘટીને ૯૧ કરોડ થઈ જશે. સદીના અંત સુધીમાં ભારતની વસ્તી આજની સરખામણીએ ૪૭ કરોડ જેટલી ઘટી જશે.

સદીના અંત સુધીમાં દુનિયાની વસ્તી ભલે આજની સરખામણીએ ઘટી જશે, પરંતુ લોકો લાંબુ જીવશે. ૨૧૦૦ સુધી લાઈફ એક્સપેક્ટેન્સી એટલે કે આયુષ્ય ૮૦ વર્ષથી વધી જશે. હાલ ગ્લોબલ લાઈફ એક્સપેક્ટેન્સી ૭૩ વર્ષ છે, જે ૨૧૦૦ સુધીમાં વધીને ૮૧.૭ વર્ષ થઈ જશે. તેનો અર્થ એ થયો કે, સદીના અંત સુધી લોકો નિવૃત્તિ પછી ૨૦ વર્ષ વધુ જીવશે.

એ કારણે સરકારો નિવૃત્તિની ઉંમરને ૬૦ વર્ષથી વધારે કરી શકે છે, જેથી લોકો વધુ ઉંમર સુધી કામ કરી શકે.એવું નથી કે, સદીના અંત સુધીમાં દુનિયાના દરેક દેશમાં વસ્તી ઘટશે. ઘણા એવા પણ દેશ હશે જેની વસ્તીમાં વધારો થશે. તાન્ઝાનિયાની વસ્તી આજની સરખામણી લગભગ દોઢ ગણી વધી જશે.

હાલ તેની વસ્તી ૬ કરોડ છે, પરંતુ ૨૧૦૦ સુધી તેની વસ્તી ૨૦.૫ કરોડ થઈ જશે. ૨૧૦૦ સુધી કાંગોની વસ્તી તો આજની સરખામણીએ લગભગ બે ગણી થઈ જશે. પાકિસ્તાનની વસ્તી પણ ૨૨ કરોડથી વધીને ૨૬ કરોડ થઈ જશે. નાઈજેરિયાની વસ્તી ૨૧ કરોડથી વધીને ૨૦૨૧ સુધી ૫૩ કરોડ થઈ જશે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.