Western Times News

Gujarati News

પયગંબરની સામે ટિપ્પણીનો ઈસ્લામિક દેશો દ્વારા વિરોધ

નવી દિલ્હી, પયગંબર મોહમ્મદ પર ભાજપ નેતા નુપુર શર્મા અને નવીન જિંદલની ટિપ્પણી મામલે ઈસ્લામિક દેશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પયગંબરની સામે કથિત રૂપે ઠેસ પહોંચાડનારી ટિપ્પણીની પાકિસ્તાન, સાઉદી અરેબિયા, કતર, કુવૈત અને ઈરાનની નિંદા કરી કરી છે. જાેકે, ભારતીય જનતા પાર્ટીએ પોતાના બંને નેતાઓની સામે કડક પગલું ઉઠાવ્યું છે અને બંને નેતાઓએ પાતાના નિવેદન પણ પાછા ખેંચ્યા છે.

વિદેશ મંત્રાલયના એક નિવેદન પ્રમાણે સાઉદી અરેબિયાએ ભાજપ પ્રવક્તા નૂપુર શર્માની ટિપ્પણીને અપમાનજનક ગણાવી અને વિશ્વાસ અને ધર્મો માટે સમ્માનનું આહવાન કર્યું છે.કતાર, કુવૈત અને ઈરાને આ મામલે રવિવારે સાઉદી અરેબિયા સમક્ષ ભારતીય રાજદૂતને બોલાવ્યા હતા. દોહામાં ભારતીય દૂતોને વિદેશ મંત્રાલયને બોલાવ્યા અને એક સત્તાવાર વિરોધ પત્ર સોંપ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે, કતર ભારત સરકરથી સાર્વજનિક માફી અને આ ટિપ્પણીઓની તાત્કાલિક નિંદાની ઉમ્મીદ કરી રહ્યું છે.

કતરની નિંદા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના વેપારને પ્રોત્સાહન આપવા માટે ભારતીય વેપાર જગતના નેતાઓ સાથે અમીર ખાડી રાજ્યની હાઈ-પ્રોફાઈલ પ્રવાસ દરમિયાન થઈ હતી.પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે પણ ભારતમાં સત્તારુઢ દળના એક નેતા દ્વારા ઈસ્લામના પયગંબર વિરુદ્ધ કથિત રૂપે ઠેસ પહોંચાડતી ટિપ્પણીની રવિવારે નિંદા કરી હતી.

શહબાઝે ટ્‌વીટ કર્યું કે, હું મારા પ્રિય પયગંબર વિશે ભારતના ભાજપ નેતાની ઠેસ પહોંચાડતી ટિપ્પણીઓની કડક શબ્દોમાં નિંદા કરું છું.બીજેપીએ તેના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માને સસ્પેન્ડ કરી દીધા હતા જ્યારે દિલ્હીના મીડિયા ચીફ નવીન કુમાર જિંદાલને પયગંબર વિરુદ્ધ તેમની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. વિવાદાસ્પદ નિવેદનને લઈને ભાજપ શાસિત ઉત્તર પ્રદેશમાં સંકટ વધુ ઘેરાયેલું છે.

કાનપુરમાં શુક્રવારની નમાજ બાદ બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં ૪૦ લોકો ઘાયલ થયા છે. કોંગ્રેસે બીજેપીના આ નિવેદનને માત્ર ઢોંગ ગણાવ્યું છે. કોંગ્રેસે કહ્યું છે કે ભાજપ દ્વારા પાર્ટીના નેતાઓ પર કરાયેલી કાર્યવાહી માત્ર ડેમેજ કંટ્રોલ છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.