Western Times News

Latest News from Gujarat India

આંતર માળખાકીય સુવિધા-પાણી-ડ્રેનેજ-રસ્તા સ્ટ્રીટ લાઇટ જેવા ૧૧૧૬ કામો મંજૂર થયા

પ્રતિકાત્મક

રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મહાનગરો-નગરોના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે અત્યાર સુધીમાં રૂ. પ૮૭.પ૦ કરોડ ફાળવ્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તાર કામો માટે રૂ. રપ.૭૭ કરોડ ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી – વડોદરામાં ૬૬ જેટલા કામો હાથ ધરાશે

રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ વિસ્તારોમાં વિકાસના વિવિધ કામોને તથા નાગરિક સુખાકારીના આંતરમાળખાકીય કામોને વેગ આપવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં પ૮૭.પ૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં વડોદરા મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારના કામો માટે રૂ. રપ.૭૭ કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

વડોદરા મહાનગરના આઉટગ્રોથ વિસ્તારોમાં ડ્રેનેજ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને પાણીની સુવિધાના મળીને કુલ-૬૬ જેટલા કામો આ ગ્રાંન્ટમાંથી હાથ ધરવામાં આવશે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આઉટગ્રોથ વિસ્તાર માટેની જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમાં ર૦૧૬-૧૭ થી અત્યાર સુધીમાં રાજ્યની મહાનગરપાલિકાઓ માટે રૂ. ૪૯૯.૯ર કરોડ તેમજ નગરપાલિકાઓ માટે રૂ. ૮૭.પ૮ કરોડ માતબર રકમ ફાળવવામાં આવી છે.

આઉટગ્રોથ વિસ્તારમાં પાણી, ડ્રેનેજ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, આંતરમાળખાકીય સુવિધા સહિતના વિવિધ ૩૪૧ કામો મહાનગરપાલિકા આઉટગ્રોથ વિસ્તારમાં તેમજ ૭૭પ કામો નગરપાલિકા વિસ્તારમાં મળી સમગ્રતયા ૧૧૧૬ કામો મંજૂર કરવામાં આવેલા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers