Western Times News

Gujarati News

નડીયાદની નોલેજ ગ્રુપનું ધો.10નું ઝળહળતું પરિણામ: 40 A1 તથા 119 A2 મેળવતા વિદ્યાર્થીઓ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ ધો 10 ના પરિણામ નોલેજ ગ્રુપ,નડિયાદ ફરી એકવાર સફળતાના શિખર પર છે. નોલેજ ગ્રુપ,નડિયાદનાં 40 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તથા 119 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવી પોતાનું સ્વપ્ન સાકાર કરીને માતા-પિતા તથા ગુરુજનોની ખુશીઓ મેળવી છે.

ખરેખર સચોટ-સ્પષ્ટ-સતત માર્ગદર્શનની પરાકાષ્ટા રૂપ નોલેજ ગ્રુપ,નડિયાદની કાર્ય પધ્ધતી, અનુભવી શિક્ષકોની ટીમ,વિદ્યાર્થીના પરિણામલક્ષી માર્ગદર્શન ઉચ્ચતમ પરિણામ માટે જવાબદાર છે.વૈદ્ય રીધ્ધીએ 99.98 PR મેળવી સમગ્ર ગુજરાતમાં દ્વિતીય તથા જીલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી માતા-પિતા તથા શાળાનું સમગ્ર ચરોતરમાં નામ ઉજ્જવળ કર્યું છે.

સોલંકી રીયાએ ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા મહત્વના વિષયોમાં 100 માંથી 100 ગુણમેળવી 11-12 કોમર્સનોલેજ હાઇસ્કૂલ,નડિયાદમાં કરી CA બનવાનુંસ્વપ્ન સેવ્યું છે.

ઉપરાંત ઇનાની પ્રગતિ, ડાભી વિશ્રાંત અને વૈદ્ય રીધ્ધીએ ગણિત તથા વિજ્ઞાન જેવા બંને મહત્વ ના વિષયમાં100 માંથી 100 ગુણમેળવીશાળાનું ગૌરવ વધાર્યું છે.અરોરા નિધિએ ગણિતમાં તથા પટેલ દિયા, દલવાડી પૂર્વ, અવનીશ રવિકિશોર, પટેલ વિધિએ વિજ્ઞાનમાં100 માંથી 100 ગુણ મેળવી ચરોતર પ્રાંતમાં શાળાનું ગૌરવ વધાર્યું છે.

શાળાના સંચાલકોએ તેજસ્વી વિધાર્થીઓને બિરદાવી આગામી કારકિર્દીના વર્ષમાં અભ્યાસ કરી નોલેજ હાઇસ્કૂલ, નડિયાદના સથવારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી પોતાની ઉત્તમ કારકિર્દીનું નિર્માણ કરે તેવી શુભેચ્છા પાઠવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.