Western Times News

Gujarati News

મહુડા ગામના જંગલમાંથી પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

દે.બારીયા, ધાનપુર પોલીસે ધાનપુર તાલુકાના ઉદલ મહુડા ગામના જંગલમાંથી પેટ્રોલિંગ દરમિયાન રૂપિયા ૬૬ હજાર ઉપરાંતની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે બે મોટરસાયકલ ઝડપી પાડી રૂપિયા એક લાખ 1,26,900/- નો મુદ્દામાલ કબજે લીધાનું પોલીસ વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર ધાનપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ બી એમ પટેલ તથા સેકન્ડ પી.એસ.આઇ એ ડી સોલંકી પોતાના સ્ટાફના પોલીસ કર્મચારીઓ ને સાથે લઈ પોતાના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ધાનપુર પોલીસ સ્ટેશનના હદ

વિસ્તારમાં આવેલ ઉદલ મહુડા ગામે બે મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની ખેપ મારવા નીકળેલા બે ખેપીયાઓએ પેટ્રોલીંગમાં નીકળેલા ધાનપુર પોલીસની ગાડી જોતાં જ પોતાની મોટરસાયકલો પાછી વાળી ભાગવાની કોશિશ કરતા પોલીસે બંને મોટરસાયકલો ફિલ્મી ઢબે પીછો કરતા પકડાઈ જવાના ડરે

બંને મોટરસાયકલોના ચાલકો દારૂનો જથ્થો ભરેલા લગડા સાથે પોતાની બંને મોટર સાયકલો ઉદલ મહુડા ગામના જંગલમાં મૂકી બંને ચાલકો નાસી ગયા હતા જે બંને મોટરસાયકલ ધાનપુર પોલીસે કબજે લઇ બંને મોટરસાયકલ પર લાદેલ બંને લગડામાંથી રૂપિયા 66,900/- નિ કુલ કિંમતના ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના કાચના તેમજ પ્લાસ્ટિકના ક્વાર્ટર નંગ 500 પકડી પાડી

સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૬૦ હજારની કુલ કિંમતની બે મોટર સાયકલો મળી કુલ રૂપિયા 1,26,900/- નો મુદ્દામાલ કબજે લઇ બંને મોટરસાયકલોના ચાલકો વિરુદ્ધ પ્રોહીબીશન નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.