Western Times News

Gujarati News

અદાણી અને GMR ગ્રુપે ખો-ખો લીગમાં ગુજરાત અને તેલંગણાની ફ્રેન્ચાઇઝી ખરીદી

નવીદિલ્હી, અલ્ટીમેટ ખો-ખોને જબરદસ્ત પ્રોત્સાહન આપતાં કોર્પોરેટ જાયન્ટ્‌સ અદાણી ગ્રૂપ અને જીએમઆર ગ્રૂપે લીગમાં અનુક્રમે ગુજરાત અને તેલંગાણા ફ્રેન્ચાઇઝી ખરીદી છે, જે સ્વદેશી રમતને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ ૨૦૨૨માં લોંચ માટે સજ્જ છે.

ખો-ખો ફેડરેશન ઓફ ઇન્ડિયા (કેકેએફઆઇ)ના સહયોગથી ડાબર ગ્રૂપના ચેરમેન અમિત બર્મન દ્વારા પ્રમોટ કરાયેલી લીગનો હેતુ આધુનિક પ્રોફેશ્નલ સ્ટ્રક્ચર અપનાવીને સ્વદેશી રમત ખો-ખોમાં ક્રાંતિ લાવવાનો છે, જે નવા અવતારમાં ચાહકોના લિવિંગ રૂમમાં જબરદસ્ત એક્શન લાવશે.

બે ટીમ માલીકોનું સ્વાગત કરતાં અલ્ટીમેટ ખો-ખોના સીઇઓ તેનઝિંગ નિયોગીએ જણાવ્યું હતું કે, અમારી ખો-ખો સફરમાં અદાણી ગ્રૂપ અને જીએમઆરનું સ્વાગત કરતાં અમે ઉત્સાહિત છીએ.

અમે ભારતની જનતા સુધી આ અનોખી રમતને લઇ જવા માટે કટીબદ્ધ છીએ તથા હીતધારકો તરીકે કોર્પોરેટ્‌સ સાથે સહયોગ કરતાં ગૌરવ અનુભવીએ છીએ. અલ્ટીમેટ ખો-ખોને સ્પોર્ટ્‌સ મૂવમેન્ટ બનવાની દિશામાં આ ચોક્કસપણે મહત્વપૂર્ણ કદમ સાબિત થશે.

અદાણી ગ્રૂપનો હિસ્સો અદાણી સ્પોર્ટ્‌સલાઇન દેશમાં પહેલેથી જ ઘણી સ્પોર્ટિંગ લીગ સાથે જાેડાયેલું છે તથા દેશના ભાવિ સ્પોર્ટ્‌સ આઇકોન પ્રોત્સાહન આપતી તથા યુવાનોને પ્રેરિત કરતી ઇકોસિસ્ટમની રચના કરવામાં યોગદાન આપવા માટે કટીબદ્ધ છે.

અદાણી એન્ટરપ્રાઇઝિસના ડાયરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, “અદાણી સ્પોર્ટ્‌સલાઇન ખાતે અમે વધુ એક રોમાંચક સ્વદેશી રમતને પ્રોત્સાહન આપતા ખુશી અનુભવીએ છીએ.

અમે સ્વદેશી રમતોને પ્રોત્સાહન આપવા તથા દેશભરના દર્શકો સાથે જાેડાણ પેદા કરવા માટે પ્રોફેશ્નલ, સ્ટ્રક્ચર્ડ અભિગમ અપનાવવામાં વિશ્વાસ કર્યો છે.

કબડ્ડી અને બોક્સિંગ લીગ સાથેનો અમારો અનુભવ અમને વિશ્વાસ અપાવે છે કે અલ્ટીમેટ ખો-ખો લીગ આ લોકપ્રિય પરંપરાગત રમત માટે ચમત્કાર કરશે.

આ લીગ સાથે ભાગીદારી કરવાનો અમારો ર્નિણય વિશ્વ-સ્તરીય ઇકોસિસ્ટમની રચના કરવાના અમારા ઉદ્દેશ્યને આગળ ધપાવે છે, જે રમત-ગમત ક્ષેત્રની પ્રતિભાનું પોષણ કરે છે, સ્પોર્ટ્‌સ ઇકોસિસ્ટમને વેગ આપે છે તથા અગ્રણી ખેલ રાષ્ટ્ર બનવાની દિશામાં ભારતની સફરમાં એક સક્ષમ ભૂમિકા ભજવે છે.

ક્રિકેટ અને કબડ્ડીમાં ઝંપલાવ્યાં બાદ ભારત સ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાવરહાઉસ જીએમઆર ગ્રૂપનો હિસ્સો જીએમઆર સ્પોર્ટ્‌સે પહેલેથી જ દેશની રાજધાની અને એનસીઆર પ્રદેશમાં પાયાના સ્તરેથી રમત-ગમતના વિકાસની પહેલ કરી છે. જીએમઆર સ્પોર્ટ્‌સે તેલંગાણા ટીમ પસંદ કરી છે, જેથી દક્ષિણ ભારતમાં ખો-ખોની લોકપ્રિયતાને વધુ પ્રોત્સાહિત કરી શકાય.

સ્પોર્ટ્‌સ લીગના વિકાસ અને તેના વાણિજ્યકરણ માટે કટીબદ્ધ જીએમઆરને આશા છે કે યુકેકે સાથેનો તેનો સહયોગ ખો-ખોને લોકપ્રિયતા બાબતે નવી ઉંચાઇઓ હાંસલ કરવામાં મદદ મળશે.

જીએમઆર ગ્રૂપના કોર્પોરેટ ચેરમેન કિરણ કુમાર ગ્રાંધીએ જણાવ્યું હતું કે, “જીએમઆર સ્પોર્ટ્‌સ ખાતે અમારો ઉદ્દેશ્ય યુવાનો વચ્ચે રમત-ગમતને પ્રોત્સાહન આપવાનો, વ્યાપક સ્તરે સમુદાય સાથે જાેડાણ કરવાનો તથા સહયોગી ઇકોસિસ્ટમની રચના કરવાનો છે.

૧૫ વર્ષ પહેલાં અમારી કામગીરીની શરૂઆતથી જ કંપનીએ ભારત અને વિદેશોમાં ક્રિકેટ અને બીજી સ્વદેશી રમત જેમકે કબડ્ડી અને રેસલિંગ જેવી રમતોની લોકપ્રિયતામાં વધારો કરવા માટે કામ કર્યું છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.