Western Times News

Gujarati News

ભરૂચના વોર્ડ નંબર ૭માં ખુલ્લી ગટર અને તકલાદી કામગીરી સામે સ્થાનિકોમાં રોષ

વરસાદી કાંસની આરસીસી પાંચ ફૂટ ઊંચી બનાવેલી ગટરમાં સિમેન્ટનો ઉપયોગ ન કરાયો હોય તેવા ચોંકાવનારો દ્રશ્ય સામે આવતા અનેક સવાલો.

કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારની પોલ ખોલતા સ્થાનિકો : નગર સેવકો દોડી આવ્યા.

(વિરલ રાણા ) ભરૂચ,
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૭માં આવેલા સુથીપુરા વિસ્તારમાં વરસાદી કાંસ હલ મા જ બનાવવામાં આવી છે l.પરંતુ આ કાંસ એકદમ તકલાદી બનાવવામાં આવી હોય અને સિમેન્ટનો ઉપયોગ ન કરાયો હોય તેમ બનાવેલી કાંસની દિવાલો હાથ થી જ છૂટી રહી છે અને માત્ર રેતીનો ઉપયોગ કરાયો હોય પૂરતા પ્રમાણમાં લોખંડના સળિયાનો પણ ઉપયોગ ન કરાયો હોય ત્યારે આ કાંસ કેટલા સમય સુધી ટકશે એ પ્રશ્ન ઉભો થયો છે.

ત્યારે ભરૂચ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની ભ્રષ્ટાચારની પોલ છતી થઈ રહી છે.તો બીજી તરફ સ્થાનિક નગર સેવકો પણ વિકાસના કામો ના પોતે કરાવ્યા હોય તેવા ફોટા પાડી વાહવાહી મેળવી રહ્યા છે.પરંતુ કામની ગુણવત્તા ઉપર નજર ન રાખતા  વિકાસના કામોમાં કોન્ટ્રાકટરો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે.


ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૭માં સુથીયાપુરા વિસ્તારમાં વરસાદી કાંસ બનાવવામાં આવી છે અને આ કાંસનું કામ અત્યંત તકલાદી હોય અને છેલ્લા ૮ મહિનાથી ખુલ્લી કાંસમાં બાળકો ખાબકી રહ્યા હોવાના પગલે સ્થાનિકો ભારે હાલાકી ભોગવવી પડી હતી.

જેના પગલે વોર્ડના રહીશોએ ભરૂચ નગરપાલિકામાં ભારે હોબાળો મચાવ્યો હતો પાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે ખુલ્લી કાંસ વહેલી તકે બંધ કરવામાં નહીં આવે તો ચોમાસાની ઋતુમાં લોકોના જીવનું જોખમ ઊભું થશે તેવા આક્ષેપો કર્યા હતા.તો નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ પણ સ્થાનિકોને બાંહેધરી આપતાં મામલો થાળે પડ્યો હતો.

ભરૂચ નગરપાલિકા દ્વારા વરસાદી કાંસ બનાવવામાં આવી છે પરંતુ આ કાંસ પણ તકલાદી કામગીરી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.આરસીસી અને લોખંડના સળિયા નો ઉપયોગ કરવાનો હોય છે.પરંતુ કાંસમાં પૂરતા પ્રમાણમાં સિમેન્ટ લોખંડના સળિયા નો ઉપયોગ ન કરાયો હોય તેવું પણ સામે આવી રહ્યું છે તાજેતરમાં બનાવેલી વરસાદી કાચની દિવાલ હાથ થી જ તૂટી રહી છે અને કપચી પણ ઊભી રહી છે.

પૂરતા પ્રમાણમાં સિમેન્ટનો ઉપયોગ કે સળિયા નો ઉપયોગ ન કરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે ત્યારે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની પોલ છતી થઈ રહી છે.
ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની ભ્રષ્ટાચારની પોલ છતી થઈ છે.

ત્યારે આવી કામગીરી કરવામાં આવી હોય તો ભરૂચ નગર પાલિકાના સત્તાધિશોએ કોન્ટ્રાક્ટરો સામે પણ પગલા ભરવાની જરૂર છે.ત્યારે કાંસ બનાવવામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે.ત્યારે પાલિકા શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.