Western Times News

Gujarati News

સગાઈ તોડનારી યુવતીની બહેનનું અપહરણ કરી દુષ્કર્મ

અમદાવાદ , મહિલાઓ વિરુદ્ધના ગુનામાંસતત વધારો થઈ રહ્યો છે. તેવામાં અમદાવાદમાં વધુ એક આવી ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં એક યુવતીએ યુવકની ચાલ ચલત સારી ન હોવાથી તેની સાથે થયેલી સગાઈ તોડી નાખી હતી. આ અંગે મનમાં ખાર રાખીને બદલો લેવા માટેયુવકે તેની મંગેતરની નાની બહેન પર દુષ્કર્મ આચર્યું હતું. આ બાબત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે યુવકે મંગેતરને પોતાની સાથે સંબંધ રાખવા નહીંતર તેની નાની બહેરના ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી.

જે બાદ યુવતી પોતાની નાની બહેનને લઈને પોલીસમાં પહોંચી હતી અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ નાના ભાઈનું અપહરણ કરવાની તેમજ મંગેતરના ફોટો વાયરલ કરવાની ધમકીઓ આપનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સાથે જ તેની મદદગારી કરનાર પિતાને પણ ઝડપી લેવાયો છે. સગાઈ તૂટી જતા યુવતીના પરિવાર સાથે અસભ્ય વર્તન કરી બદલો લેવાની ભાવના રાખી નરાધમ પિતા-પુત્રએ બદલો લેવા એક માસૂમની જિંદગી નર્ક બનાવી નાખી હતી.

જાેકે પિતા-પુત્રની કરતુતે બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાનું કામ કર્યું છે. બનાવની વિગત મુજબ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય યુવતી પાલડી વિસ્તારમાં નર્સિંગનું કામ કરે છે, ફરિયાદી યુવતીની સગાઈ સમાજના રીતરિવાજ મુજબ વાડજમાં રહેતા આરોપી સાથે થઈ હતી. જાેકે બહેનના મંગેતરની ચાલ ચલગત સારી ન હોવાથી ૩ મહિના પહેલા યુવતીએ સગાઈ તોડી નાખી હતી.

જે બાબતનો બદલો લેવા યુવતીના મંગેતરે તેની જ નાની બહેનને ઉપાડી લઈ જઈ તેની પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. દોઢ મહિના પહેલા યુવક યુવતીની નાની બહેનના પાલડી સ્થિત નોકરીના સ્થળે આવીને તેના નાના ભાઈને ઉપાડી જવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપતા યુવતી ગભરાઈ ગઈ હતી. જે બાદ આરોપીએ અવાર-નવાર યુવતીનો પીછો કરતો હતો, તેવામાં ૧૦ મી એપ્રિલના રોજ સવારના સમયે આરોપીએ યુવતીને ફોન કરીને તેની નાની બહેનના ફોટા વાયરલ કરી તેને બદનામ કરવાની ધમકી આપી મળવા બોલાવી હતી.

આરોપી અને તેના પિતા યુવતીને અમદાવાદથી પાટણ ખાતે લઇ ગયા હતા, જ્યાં ચાર દિવસ સુધી હોટલમાં યુવતીની મરજી વિરુદ્ધ બહેનના પૂર્વ મંગેતરે દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ આરોપીએ પોતાની પૂર્વ વાગ્દત્તાને ફોન કરીને ફરી સંબંધ રાખવા નહીંતર તેની નાની બહેનના અંગત ફોટોઝ તેમજ વીડિયો સમાજમાં ફરતા કરીને બદનામ કરવાની ધમકી આપી હતી. જે બાદ મોટી બહેને પૂછપરછ કરતા નાની બહેને સઘળી હકીકત જણવી હતી.

જે પછી બંને બહેનોએ આ મામલે માતા-પિતા અને પરિવારજનોને વાત કરતા સમગ્ર મામલે પાલડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ મામલે પોલીસે આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી છે.આ ગુનામાં પકડાયેલા પિતા-પુત્ર છૂટક મજૂરીનું કામ કરે છે તેવામાં પાલડી પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે વધુ તપાસ શરૂ કરી છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.