Western Times News

Gujarati News

RSSની ઓફિસોને ઉડાડી દેવાની ધમકી આપનાર જબ્બે

ચેન્નાઈ, આરએસએસની ઓફિસોને બોમ્બથી ઉડાડવાની ધમકી આપનારા આરોપીની તમિલનાડુના પુડુકુડી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ રાજ મોહમ્મદ છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં રહેલી આરએસએસની ૬ ઓફિસોને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી તેથી પોલીસ પ્રશાસન ખળભળી ઉઠ્‌યુ હતું. સોમવારે રાત્રે સમગ્ર દેશમાં રહેલી આરએસએસની ૬ ઓફિસોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી, જેમાં લખનૌની ૨ ઓફિસોનો પણ સમાવેશ થાય છે.

આ ધમકી વોટ્‌સએપના માધ્યમથી આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ લખનૌના મડિયાંવ પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે.પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, આરોપી તમિલનાડુનો રહેવાસી છે. યુપી પોલીસ તમિલનાડુ પોલીસની મદદ લઈને તેને લખનૌ લાવી રહી છે. પોલીસે વધુમાં જણાવ્યુ હતું કે, આરએસએસ સાથે જાેડાયેલ એક વ્યક્તિને લખનૌમાં અજાણ્યા નંબર ઉપરથી વોટ્‌સએપ ગૃપ જાેઈન કરવાની લિંક મળી હતી.

આ ગૃપમાં આરએસએસની ૬ ઓફિસોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાંથી ૪ ઓફિસો કર્ણાટકમાં અને ૨ લખનૌ ખાતે આવેલી છે. પોલીસે પ્રોફેસર નિલકંઠ તિવારીની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. આ દરમિયાન ધમકીભરેલા મેસેજ મળવાના કારણે પોલીસ તરત જ તપાસમાં લાગી ગઈ હતી.પોલીસે ધમકી માટે વપરાયેલ અજાણ્યો નંબર ટ્રેસ કર્યો હતો. આરોપીના નંબરનું લોકેશન તમિલનાડુંનું મળી આવ્યું હતું. યુપી પોલીસે તમિલનાડુ પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીની પૂછપરછ થઈ ચુકી છે હજુ આ કેસની તપાસ ચાલુ છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.