Western Times News

Gujarati News

ગુજરાત ગૌરવ અભિયાન માટે વહીવટી તંત્રની પુરી તૈયારીઓ

નવસારી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૦ જૂનના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામા યોજાનારા ગુજરાત ગૌરવ અભિયાનમાં સહભાગી થશે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારા આ મહાસંમેલનમાં ગુજરાતની દક્ષિણપટ્ટીના જિલ્લાઓ નવસારી, સુરત, વલસાડ, ડાંગ અને તાપી, ભરૂચના બાંધવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. ત્યારે કાર્યક્રમના સમગ્ર આયોજનની તડામાર તૈયારીઓ પ્રશાસને શરૂ કરી દીધી છે.

આ ગુજરાત ગૌરવ અભિયાનમાં સહભાગી થનારી જંગી જનમેદનીને અગવડ ન પડે તે માટે જરૂરી તમામ પ્રકારની સવલતો સાથે મોટો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડોમમાં દરેક તાલુકા અને જિલ્લામાંથી આવનાર લોકો માટે એન્ટ્રી સુનિશ્ચિત કરેલ છે તથા જિલ્લા વાઈઝ બ્લોકમાં બેસાડવા માટે ઉચિત અને સુચારુ વ્યવસ્થા હાથ ધરાઈ છે. સંપૂર્ણ ડોમમાં બેરિકેટ અને સાઈન બોર્ડ સાથે લાખો લોકો કાર્યક્રમને માણી શકે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

ક્ષેત્રફળની રીતે વિશાળ હોવા ઉપરાંત ડૉમમાં ઉપસ્થિત રહેનારા લોકોની સુવિધાઓનો પણ તલસ્પર્શી ખ્યાલ રાખવામાં આવ્યો છે. મુખ્ય ડોમની બાજુમાં બીજા ત્રણ ડોમમાં પણ આ જ પ્રકારની ઉત્તમ વ્યવસ્થા સાથે તૈયાર કરાઇ છે. જિલ્લાવાર વિભાગો પાડીને બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ ઉપરાંત મેડિકલ ટીમ અને પાણીની પર્યાપ્ત સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે. જનતા અને મહાનુભાવોની સુરક્ષાની બાબતને વિશેષ અગ્રતા આપવામાં આવી છે.

ગરમીને ધ્યાનમાં રાખી પીવાના પાણીની સુયોગ્ય વ્યવસ્થા ડૉમમાં જ ગોઠવવામાં આવી છે. વિશાળ જનમેદની હાજર રહેવાની હોય ત્યારે સલામતી અને તેમાં પણ ફાયરસેફ્ટી સૌથી અગત્યની બાબત હોય છે. આ ડૉમ ફાયર સેફ્ટીના માપદંડ ઉપર પણ ખરો ઉતરે છે. સમગ્ર ડૉમ ફાયરપ્રુફ બનાવવામાં આવ્યો છે. આ સમગ્ર વિસ્તારમાં કાર્યક્રમ દરમિયાન અને કાર્યક્રમ બાદ સ્વચ્છતા જાળવી રાખવા ટીમો ચાંપતી કામગીરી કરી સંપૂર્ણ તકેદારી રાખી પરિણામલક્ષી કામગીરી કરી રહી છે.

ગુજરાત ગૌરવ અભિયાનનાં આયોજન અંગે અન્ય એક નોંધપાત્ર બાબત એ છે કે, આ ગુજરાત ગૌરવ અભિયાનમાં વિકાસ કાર્યોની હેલી વરસવાની છે. જે પૈકી કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે. આ ઉપરાંત કરોડોના સંપન્ન થયેલા વિકાસ કાર્યો આદિવાસી જનતાને પ્રધાનમંત્રીના વરદ હસ્તે લોકાર્પિત થશે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.