Western Times News

Gujarati News

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૨૩૩ દર્દીઓ નોંધાયા

નવી દિલ્હી,દેશમાં હવે કોરોનાનું સંક્રમણ પાછું વધવા લાગ્યું છે જે ચિંતાજનક છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસમાં ૪૦ ટકા જેટલો ઉછાળો જાેવા મળ્યો છે. એક દિવસમાં નવા ૫૨૩૩ કોવિડ કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૫૨૩૩ દર્દીઓ નોંધાયા છે.

જ્યારે ૭ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. હાલ દેશમાં કોરોનાના ૨૮,૮૫૭ દર્દીઓ સારવાર હેઠળ છે. નવા કેસમાં લગભગ ૪૦ ટકા જેટલો માતબાર ઉછાળો જાેવા મળતા ચિંતા ઊભી થઈ છે. આ અગાઉ ગઈ કાલે કોરોના વાયરસના નવા ૩૭૧૪ નવા કેસ નોંધાયા હતા. જ્યારે સોમવારે ૬ જૂનના રોજ ૪૫૧૮ અને રવિવારે ૫ જૂને ૪૨૭૦ કેસ નોંધાયા હતા.

દેશમાં રસીકરણ અભિયાન પણ પૂર જાેશમાં ચાલુ છે. અત્યાર સુધીમાં કોરોના રસીના ૧,૯૪,૪૩,૨૬,૪૧૬ ડોઝ અપાયા છે. જેમાં ગઈ કાલે અપાયેલા ૧૪,૯૪,૦૮૬ ડોઝ પણ સામેલ છે. ગુજરાતમાં પણ ધીમી ગતિથી કોરોનાના કેસ વધી રહ્યા છે. ગઈ કાલે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ નવા ૭૨ કેસ નોંધાયા છે જેમાંથી ૪૪ કેસ તો અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં કાલે કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી.

જાે કે જે રીતે ધીમી ગતિથી કેસ વધે છે તે જાેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજથી રેલવે સ્ટેશન અને ગીતા મંદિર એસટી ડેપો ખાતે કોરોના ટેસ્ટિંગ ડોમ શરૂ કર્યા છે.SS1KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.