Western Times News

Gujarati News

દિવંગત સિંગર કેકેનું અંતિમ ગીત રીલિઝ થયું

આ ગીત ફિલ્મ શેરદિલનું છે જે ૨૪મી જૂનના રોજ રીલિઝ થવાની છે, આ ફિલ્મમાં સયાની ગુપ્તા, પંકજ ત્રિપાઠી મુખ્ય રોલમાં છે

મુંબઈ, Sherdil The Pilibhit Saga ના મેકર્સે પોતાનું પ્રથમ ગીત રીલિઝ કર્યું છે અને આ ગીત ખાસ એટલા માટે છે કે દિવંગ ગાયક કલાકાર કેકેના નિધન પછી આ તેમનું પ્રથમ અને કારિકર્દીનું અંતિમ ગીત છે. આ ગીતનું નામ છે ધૂપ પાની બહને દે, અને તેના શબ્દો ગુલઝાર સાહેબે લખ્યા છે. શાંતનુ મોઈત્રાએ આ ગીત માટે સંગીત આપ્યું છે. ગીતના વીડિયોમાં અભિનેતા પંકજ ત્રિપાઠી જાેવા મળી રહ્યા છે, જે એક જંગલમાંથી પસાર થઈ રહ્યા છે.

વીડિયોમાં નીરજ કાબી અને સયાની ગુપ્તા પણ છે. ક્લિપમાં જાેઈ શકાય છે કે પંકજ અને નીરજ હરિયાળા જંગલમાં જમવાનું રાંધી રહ્યા છે. કેકે દ્વારા આ ગીત સુંદર રીતે ગાવામાં આવ્યું છે જેની એક લાઈન છે- હર એક પેડ કી ડાલિયાં કટ ગઈ કુછ પૂજા મેં, કુછ શાદી મેં જલ ગઈ, કટ ગઈ. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કલકત્તામાં એક કોન્સર્ટ દરમિયાન કેકની તબિયત લથડી હતી અને પછી તેમનું નિધન થયુ હતું.

તેમના આકસ્મિક અવસાનથી બોલિવૂડ, મ્યુઝિક ઈન્ડસ્ટ્રી તેમજ તેમના ફેન્સ સ્તબ્ધ છે. હજી પણ લોકો સોશિયલ મીડિયા પર તેમના નિધનનો શોક વ્યક્ત કરી રહ્યા છે. એવામાં આ ગીત રીલિઝ થતાં ફેન્સ ભાવુક થઈ ગયા છે. એક પ્રશંસકે લખ્યું કે, કેકેનો અવાજ સાંભળીને રાહત મળે છે, તે અમૂલ્ય છે. અન્ય એક યુઝરે લખ્યું કે, વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે હવે કેકેનું કોઈ નવું ગીત સાંભળવા નહીં મળે.

મને લાગે છે કે તે આપણી સાથે છે. અન્ય એક પ્રશંસકે લખ્યું કે, સાંભળીને આંસુ રોકી ના શક્યો. અન્ય એક યુઝરે લખ્યું કે, કાશ કેકે આજે હોતા. પરંતુ જ્યારે પણ તેમનું ગીત સાંભળુ છું એવો અનુભવ થાય છે જેવો પહેલીવાર તેમનું કોઈ ગીત સાંભળ્યુ હતુ ત્યારે થયો હતો. કેકે વિશે વાત કરતાં ગુલઝાર જણાવે છે કે, શેરદિલમાં શ્રીજીતે મારા પર એક ઉપકાર કર્યો છે. આટલી સુંદર ફિલ્મ માટે મને લખવાની તક મળી અને લાંબા સમય પછી કેકેને મળવાની તક પણ મળી.

કેકેએ સૌથી પહેલા માચિસ ફિલ્મનું મારા દ્વારા લખવામાં આવેલું ગીત છોડ આયે હમ વો ગલિયા ગાયુ હતું. જ્યારે તેમણે શેરદિલ માટે અવાજ આપ્યો તો હું ખુશ થઈ ગયો. પરંતુ દુખની વાત છે કે આ ગીતને કેકેના અંતિમ ગીત તરીકે ઓળખવામાં આવશે. લાગી રહ્યું છે જાણે કેકે અલવિદા કહેવા માટે આવ્યા હતા. શાંતનુએ પણ જણાવ્યું કે, કેકેએ આ ગીતને એવી રીતે ગાયું છે જાણે પોતાનું હોય.

કેકે આ ગીતના શબ્દો ગુલઝાર સાહેબે લખ્યા હોવાને કારણે ઘણાં ખુશ હતા અને તે કહેતા હતા કે આ ગીતને લાઈવ કોન્સર્ટમાં ગાશે કારણકે યુવાનોએ આ ગીત સાંભળવાની ખાસ જરૂર છે. શ્રીજીત મુખર્જીના ડાઈરેક્શનમાં બનેલી આ ફિલ્મ શેરદિલમાં પંકજ ત્રિપાઠી, નીરજ કાબી, સયાની ગુપ્તા મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. ફિલ્મ સત્ય ઘટનાઓ આધારિત હોવાનું કહેવામાં આવે છે. આ ફિલ્મ ૨૪મી જૂનના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે.SS1KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.