Western Times News

Gujarati News

NHMIએ ૭૫ કિલોમીટરનો રોડ માત્ર ૧૦૫ કલાકમાં બનાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું

નવીદિલ્હી,ભારતે વધુ એક સિદ્વિ હાંસિલ કરીને દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે,એનએચએઆઇએ ૭૫ કિલોમીટરનો રોડ માત્ર ૧૦૫ કલાકમાં બનાવીને કતારનો રેકોર્ડ તોડીને ગિનિસ બુક ઓફ વર્લ્‌ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે.નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એક એવું કામ કર્યું છે જેના કારણે ગિનિસ બુક ઓફ વર્લ્‌ડ રેકોર્ડ્‌સમાં તેનું નામ નોંધાયું છે. કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ સિદ્ધિ બદલ ખુબ પ્રશંસા કરી અને કહ્યું કે એનએચએઆઇનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્‌ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું છે.

એનએચએઆઇએ આ રેકોર્ડ ૭૫ કિમી નો એક રોડ માત્ર ૧૦૫ કલાકમાં બનાવીને પોતાના નામે કર્યો. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ અંગે જણાવ્યું કે એનએચએઆઇએ ૧૦૫ કલાક અને ૩૩ મિનિટના રેકોર્ડ સમયમાં અમરાવતીથી અકોલા વચ્ચે સફળતાપૂર્વક સિંગલ લેનમાં ૭૫ કિમી સુધી સતત બિટુમિનસ કોંક્રિટ રોડ બનાવીને ગિનિસ વર્લ્‌ડ રેકોર્ડ બનાવ્યો.

અમરાવતી અને અકોલા વચ્ચે સિંગલ લેનમાં ૭૫ કિમી સતત બિટુમિનસ કોંક્રીટ રોડ બનાવવાનો ગિનિસ વર્લ્‌ડ રેકોર્ડ બનાવવા બદલ અમારી એનએચએઆઇની અસાધારણ ટીમ, કન્સલ્ટન્ટ્‌સ અને કન્સેશનેયર, રાજપથ ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડ અને જગદીશ કદમને અભિનંદન પાઠવતા ખુબ આનંદ થઈ રહ્યો છે. અમારા એન્જિનિયર્સ અને શ્રમિકોનો હું ખાસ આભાર માનું છું. જેમણે આ અસાધારણ ઉપલબ્ધિ મેળવવા માટે દિવસ રાત મહેનત કરી.ઉલ્લેખનીય છે કે રિપોર્ટ મુજબ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯માં કતારના લોક નિર્માણ પ્રાધિકરણે સૌથી ઝડપી ૨૨ કિમી રોડ નિર્માણ કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો. હવે આ રેકોર્ડ ભારતે પોતાના નામે કર્યો છે.HS1KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.