Western Times News

Gujarati News

જાવા-યેઝદી મોટરસાયકલ્સે લડાખના રુટ પર ‘સર્વિસ ઇઝ ઓન અસ’ પહેલની જાહેરાત કરી

પૂણે, રાઇડિંગ સિઝન લડાખના પડકારજનક અને રમણીય-આકર્ષક કેન્દ્રશાસિત પ્રદેશમાં શરૂ થવાની સાથે જાવા-યેઝેદી મોટરસાયકલે સમગ્ર દેશમાં વિવિધ વિસ્તારોમાં રાઇડિંગ કરવાની યોજના ધરાવતા એના કોમ્મુનિટી સભ્યો માટે સર્વિસ પહેલ શરૂ કરી છે. ‘સર્વિસ ઇઝ ઓન અસ’ પહેલ રાઇડર્સને નિઃશુલ્ક સેવાની મદદ ઓફર કરશે, જે રાઇડર્સને લડાખના મુખ્ય સુલભ વિવિધ રુટથી લઈને સમગ્ર દેશના ચાવીરૂપ વિસ્તારોમાં મળશે.

આ પહેલ અંતર્ગત સર્વિસ સેન્ટર્સ રુટમાં આવતા મુખ્ય શહેરોમાં સ્થિત છે, જ્યાં રાઇડર્સને જરૂરી તમામ સર્વિસ સપોર્ટ પ્રદાન કરવામાં આવશે. નિયમિત સમયાંતરે સર્વિસ અને રનિંગ રિપેર્સ માટે લેબર ચાર્જ પૂરક અને નિઃશુલ્ક રહેશે. રાઇડર્સ લેહ સર્વિસ સ્ટેશન પર પૂરક 26-પોઇન્ટ જનરલ ચેક-અપનો લાભ પણ લઈ શકે છે.

કંપની લેહમાં નિષ્ણાત ટેકનિશિયનને પણ સજ્જ રાખશે, જે આવશ્યક સાધનસામગ્રી અને સ્પેર્સ સાથે સજ્જ હશે. જ્યારે આરએસએ પોલિસીધારકો આરએસએ નીતિ માર્ગદર્શિકા મુજબ રુટ પર બ્રેકડાઉન સહાય મેળવવાને પાત્ર બનશે, ત્યારે બિન-આરએસએ પોલિસીધારકો ચુકવણઈને આધારે રુટ પર બ્રેકડાઉન સહાય મેળવી શકશે.

જાવા અને યેઝદી કોમ્મુનિટીના રાઇડર્સ માટે શરૂ થયેલી આ ખાસ સર્વિસ પહેલ વિશે ક્લાસિક લિજેન્ડ્સના સીઇઓ આશિષ સિંહ જોશીએ કહ્યું હતું કે, “વ્યક્તિના સ્વપ્ન સમાન સ્થળની રાઇડિંગ માટે ઘણાં આયોજનની જરૂર છે અને આ ‘સર્વિસ ઇઝ ઓન અસ’પહેલ સાથે અમારી કોમ્મુનિટીમાંથી રાઇડર્સને એક બાબતે ઓછી ચિંતા કરવી પડશે –

માર્ગમાં સર્વિસ સપોર્ટ. આ પહેલ જાવા અને યેઝદીના રાઇડર્સના સવારીના જુસ્સા અને તેમના વિવિધ દુર્ગમ માર્ગો ખેડવાના સાહસને સમર્પિત છે તેમજ અમારો ઉદ્દેશ તેઓ રાઇડિંગ પર હોય ત્યારે સેવામાં સહાયની દ્રષ્ટિએ સંપૂર્ણ માનસિક શાંતિ પ્રદાન કરવાનો છે.”

આ પહેલનો ઉદ્દેશ રાઇડર્સને એનસીઆરમાં મર્જ થતાં દેશના લગભગ દરેક ખૂણામાંથી લડાખને જોડતા બે સૌથી વધુ લોકપ્રિય રુટઃ એક ચંદીગઢ અને મનાલી મારફતે અને બીજો, જમ્મુ, શ્રીનગર અને કારગિલના રુટ પર રાઇડર્સને સંપૂર્ણ સેવા પ્રદાન કરવાનો છે. જાવા-યેઝદી કોમ્મુનિટીના સભ્યો પશ્ચિમ બંગાળ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોમાંથી રાઇડિંગ શરૂ કરી શકે છે અને નીચે ઉલ્લેખિત વિગતો મુજબ આ સપોર્ટનો લાભ લઈ શકે છે.

દિલ્હીમાંથી રાઇડર્સ નોઇડા, ગાઝિયાબાદ અને ગુરગાંવ, હરિયાણામાં ફરિદાબાદ, અમ્બાલા અને કરનાલ, ચંદીગઢ, હિમાચલપ્રદેશમાં મંડી, પંજાબમાં હોંશિયારપુર અને પઠાણકોટ તથા જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ અને શ્રીનગરમાં સ્થિતસ્થિત સર્વિસ સેન્ટર્સનો લાભ લઈ શકે છે.

પશ્ચિમ બંગાળમાં કોલકાતામાંથી શરૂ કરીને રુટ ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, દિલ્હી/એનસીઆર, ચંદીગઢ, હિમાચલપ્રદેશ, પંજાબ અને જમ્મુ અને કાશ્મીર રાજ્યોમાંથી પસાર થશે. આ રુટ પર વ્યૂહાત્મક રીતે પસંદ કરેલા મુખ્ય સર્વિસ લોકેશન – ઝારખંડમાં ધનબાદ, બિહારમાં આરા અને પટણા, ઉત્તરપ્રદેશમાં લખનૌ અને આગ્રામાં હશે, તો દિલ્હીથી ઉપર ઉલ્લેખિત રુટ પર સર્વિસ સેન્ટરનો લાભ લઈ શકશે.

કર્ણાટકના બેંગલોરના રાઇડર્સ તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી/એનસીઆર, હરિયાણા, ચંદીગઢ, હિમાચલપ્રદેશ, પંજાબ અને જમ્મુ-કાશ્મીરનો રુટ પસંદ કરે છે. આ રુટ પર સર્વિસ લોકેશન તેલંગાણામાં હૈદરાબાદ, મહારાષ્ટ્રમાં નાગપુર, મધ્યપ્રદેશમાં ગ્વાલિયર અને ભોપાલ, ઉત્તરપ્રદેશમાં ઝાંસી અને આગ્રા હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.