Western Times News

Gujarati News

MG મોટરની આ પહેલ આધુનિક વ્હિકલ ટેકનોલોજી સાથે એન્જિનીયરીંગના વિદ્યાર્થીઓને મદદ કરશે

MG મોટર ઇન્ડિયાએ ગુજરાતમાં કુશળતા વિકાસને વધુ મજબૂત બનાવવા માટે ITIમાં હેક્ટર અને ZSEV રજૂ કર્યુ

ગોધરા, MG મોટર ઇન્ડિયાએ કુશળતા વિકાસના સંવર્ધન અને શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના અવકાશને સાંકળવા માટે ગુજરાતમાં ગોધરા, કાલોલ અને હાલોલમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇટીઆઇ)માં હેક્ટર અને ZSEV રજૂ કર્યુ છે. આ પહેલ NG નર્શર કાર્યક્રમ અનુસારની અને MGના CASE મોબિલિટીના લક્ષ્યાંક પ્રમાણેન છે.

તે વિદ્યાર્થીના કુશળતા વિકાસની સંભાળ લેશે અને તેમને વધુ સારી રોજગારીની તકો માટે સજ્જ કરશે. આ વ્હિકલ સોંપણી આઇટીઆઇ ગોધરા (મહિલા)માં એક કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લામાં શ્રી સુજલ માવાત્રા (આઇએએસ) કલેક્ટરની હાજરીમાં કરવામાં આવી હતી.

આ સહયોગ અંગે બોલતા MG મોટર ઇન્ડિયાના ઉત્પાદનના ડિરેક્ટર રવિ મિત્તલે જણાવ્યું હતુ કે, “આઇટીઆઇ સાથેની આ ભાગીદારીથી અમે ખુશ છીએ. તે મોબિલીટી સેગમેન્ટમાં હાલની પેઢીની કુશળતા  વિકાસની ખાતરી કરશે. આ પહેલ વિદ્યાર્થીઓને ટેકનોલોજીકલી પ્રસ્થાપિત કરશે અને તેમને ભવિષ્ય રોજગારની તકો માટે સુસજ્જ કરવાની ખાતરી કરશે.”

આ ભાગીદારી વિશે બોલતા આઇટીઆ ગોધરા (નોડલ ઓફિસર પંચમહાલ)ના પ્રિન્સીપાલ શ્રી તરૂણ ભાવસારે જણાવ્યું હતુ કે, “MG મોટર દ્વારા અમારા વિદ્યાર્થીઓ માટે એક કૌશલ્યના રૂપમાં અદ્યતન વાહન ટેકનોલોજીનો ઉમેરો કરશે તે પ્રકારની પ્રવૃત્તિથી અમને સન્માનિત કરવામાં આવ્યા છે.

આનાથી વિદ્યાર્થીઓને રોજગારી માટે અને ઉદ્યોગની વધુ સારી સંભાવનાઓ માટે તૈયાર કરવામાં મદદ મળશે. અત્યાધુનિક ટેક્નોલૉજીના શીખવા અને હેન્ડઝ-ઓન અનુભવ અમે કલ્પના કરીએ છીએ તેમ અમારા વિદ્યાર્થીઓને સક્ષમ વ્યાવસાયિકો બનાવશે”.

ZS EV અને હેક્ટરનો ઉપયોગ શૈક્ષણિક હેતુઓ માટે કરવામાં આવશે અને આઇટીઆઇના વિદ્યાર્થીઓને અદ્યતન વાહન ટેકનોલોજી વિશે ઊંડાણપૂર્વક શીખવાની તક સાથે સજ્જ કરવામાં મદદ કરશે. વિદ્યાર્થીઓ વિશાળ શ્રેણીના ભાગો, તકનીકી અને સિસ્ટમોનો અભ્યાસ કરશે જે તેમને મુખ્ય ઓટોમોટિવ સિસ્ટમના પ્રથમ કક્ષાના જ્ઞાનથી સશક્ત બનાવશે. આ તેમની ભાવિ રોજગાર ક્ષમતામાં વધારો કરશે અને તેમને MG અથવા અન્ય કોઈપણ ઓટોમોટિવ બ્રાન્ડ માટે ઉદ્યોગ તૈયાર કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.