Western Times News

Gujarati News

ઓવરહેડ કેબલ તૂટતાં વડોદરા-મુંબઈ વચ્ચે ટ્રેન-વ્યવહાર બે કલાક સુધી ઠપ

પ્રતિકાત્મક

વડોદરા, આકરી ગરમીમાં રેલવેનો ઓવરહેડ વાયર ભરૂચ રેલવે સેક્શનમાં બુધવારે ત્રીજી વખત બ્રેક ગયો હતો. પાનોલી રેલવે સ્ટેશને ડાઉન લાઈનનો ઓએચઈ કેબલ તૂટી પડતાં ટ્રેન વ્યવહાર ૨ કલાક સુધી અસરગ્રસ્ત થવા સાથે પાંચ ટ્રેનોને ચાર સ્ટેશનો ઉપર સવા ત્રણ કલાક સુધી થોભાવી દેવાની રેલવેની ફરજ પડી હતી.

પાનોલી રેલવે સ્ટેશને મુંબઈ-અમદાવાદ મુખ્ય ડાઉન લાઈનનો ૨૫૦૦૦ વોટનો ઓવરહેડ કેબલ તૂટી જતા સવારે ૧૦.૨૦ કલાકથી ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. અપલાઈન સુરક્ષિત રહી હતી. રેલવે તંત્રે ઓ.એચ.ઈ.વાન અને સ્ટાફ દોડાવી યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું.

આખરે બે કલાકની જહેમત બાદ ડાઉન લાઈનનો કેબલ દુરસ્ત કરાયો હતો. જે દરમિયાન બિકાનેર-યશવંતપુર, ગંગાનગર-કોચુવલી, વિરાર-ભરૂચ અને સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ ટ્રેન અંકલેશ્વર, પાનોલી અને સાયણ સ્ટેશન ઉપર ૩.૨૦ કલાક અટકાવી રખાઈ હતી.

જ્યારે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનને કોસંબા સ્ટેશને કલાકો સુધઈ અટકાવી દેવામાં આવી હતી. માલગાડી પસાર થતી વેળા તેના પેન્ટાગોનના કારણે ૨૫૦૦૦ વોટનો ઓએચઈ કેબલ તૂટીને ગુડ્‌ઝ ટ્રેનના એન્જીન ઉપર પડ્યો હતો. જેના કારણે મુખ્ય મુંબઈ અમદાવાદ ડાઉન લાઈનનો પાવર બંધ થઈ જતા ટ્રેન સેવા ડાઉનમાં બે કલાક સુધી સદંતર ઠપ રહી હતી. જેને કારણે મુસાફરોમાં દેકારો મચી ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.