Western Times News

Gujarati News

શિક્ષણ અને લોકોના આરોગ્ય સાથે સમજુતી કરી પ્રવેશ આપી ન શકાય: સુપ્રીમ કોર્ટ

નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિદ્યાર્થીઓના શિક્ષણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે સમજૂતી કરી પ્રવેશ આપી ન શકાય. આ સાથે જ ન્યાયમૂર્તિ એમ.આર. શાહ અને ન્યાયમૂર્તિ અનિરુદ્‌ઘ બોસની બેન્ચે નીટ પીજી ૨૦૨૧માં ૧૪૫૩ બેઠકો ભરવા માટે વિશેષ સ્ટ્રે રાઉન્ડ કાઉન્સલિંગ કરાવવાની અપીલ કરતી અરજીઓ પર પોતાનો આદેશ સુરિક્ષત રાખી લીધો.

કોર્ટે કહ્યું કે વિશેષ સ્ટ્રે રાઉન્ડ કાઉન્સલિંગની એક સીમા હોવી જાેઇએ. આ પહેલી વાર નથી. અનેક વર્ષોથી બેઠકો ખાલી પડેલી છે. પૂરી કવાયતની એક સીમા હોવી જાેઇએ. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો કે ૮થી ૯ રાઉન્ડની કાઉન્સલિંગ પછી પણ કેટલીક બેઠકો ખાલી છોડી દેવામાં આવી છે શું માત્ર આ કારણસર તમે એવું કહી શકો છો કો શિક્ષણ અને લોકોના આરોગ્ય સાથે સમજૂતી કરી તમને ત્રણ વર્ષના કોર્સમાં દોઢ વર્ષ બાદ પ્રવેશ આપવામાં આવે.

સુપ્રીમે કહ્યું કે તે શુક્રવારે પોતાનો ફેંસલો સંભળાવશે. બન્ને પક્ષોના વકીલોએ પોતાની દલીલો પૂરી કરી લીધી છે. જ્યારે સુનાવણી શરૂ થઇ તો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ બલબીર સિંહને અરજીઓને પ્રતિકૂળ કેસ તરીકે ન લેવાની સલાહ આપી.

અદાલતે કહ્યું કે તેને એક પ્રતિકૂળ કેસ તરીકે ના લેતા. આ ૧૪૦૦ મેડિકલ બેઠકોનો સવાલ છે. આ પોસ્ટ ગ્રેજ્યુએટની બેઠકો છે. બલબીર સિંહે કહ્યું કે ફેબ્રુઆરીમાં વર્ગખંડો શરૂ થઇ ચૂક્યા છે. એવામાં હવે ૬થી ૮ મહિનામાં અભ્યાસક્રમ પૂરો કરાવવો શક્ય નથી.

એવામાં જાે આગળ કાઉન્સલિંગ કરાવવામાં આવે છે તો તેનાથી નીટ ૨૦૨૨ના અભ્યાસ પર અસર થશે. તેના પર સુપ્રીમે કહ્યું કે સરકાર પણ સુપર સ્પેશિયાલિટી ડોક્ટર ઇચ્છે છે. આપણી પાસે ડોક્ટરની કમી છે… આ ડોક્ટર દેશની સેવા કરી શકે છે. ૧૪૦૦ બેઠકો ખાલી છે. આ કોઇ ઓછી સંખ્યા ન કહી શકાય.hs2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.