Western Times News

Gujarati News

મીડિયા રાઈટ્‌સની રેસમાંથી એમેઝોન સ્પર્ધા પહેલાં હટ્યું

વિશ્વની સૌથી મોટી ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટના આગામી પાંચ વર્ષના મીડિયા રાઈટ્‌સ ખરીદવા રવિવારે હરાજી

મુંબઈ, ભારતની સૌથી મોટી રિટેલ ચેઈન બ્રાંડ બિગ બજારને ખરીદવા માટે ભારત અને ભારતની બહાર મસમોટી કાનૂની જંગ લડી રહેલ મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ અને જેફ બેઝોસની એમેઝોન વચ્ચે વધુ એક સોદા માટે તીવ્ર હરિફાઈના એંધાણ હતા પરંતુ તાજેતરના અહેવાલ અનુસાર એમાઝોને સ્પર્ધાની શરૂઆત પહેલાં જ પીછેહઠ કરતા આઈપીએલના મીડિયા રાઈટ્‌સની લડાઈનું બાળમરણ થયું લાગે છે.

વિશ્વની સૌથી મોટી ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટના આગામી પાંચ વર્ષના મીડિયા રાઈટ્‌સ ખરીદવા માટે આ રવિવારે હરાજી બોલાવાની છે. આ મીડિયા રાઈટ્‌સ ખરીદવા વર્તમાન હોલ્ડર ડિઝનીની સાથે સોની, એમેઝોન, રિલાયન્સ સહિતના ટોચના માંધાતાઓ વચ્ચે હરિફાઈની સંભાવના સેવાઈ રહી હતી.

જાેકે મળતા અહેવાલ અનુસાર એમેઝોન ઈન્ડિયન પ્રીમિયર લીગની ક્રિકેટ મેચો માટેના સ્ટ્રીમિંગ રાઈટ્‌સ માટેની આ સ્પર્ધામાંથી ખસી જવાની યોજના બનાવી રહી છે. એમેઝોનની એક્ઝિટ બાદ હવે આ સોદો ડિઝની પાસેથી હવે સીધો મુકેશ અંબાણીની રિલાયન્સને મળે તેવી સંભાવના છે.આઈપીએલ રાઈટ્‌સને આ વર્ષે ૧૨ જૂને યોજાનારા ઓક્શનમાં અભૂતપૂર્વ ૭.૭ અબજ ડોલરની બોલી મળવાનો અંદાજ છે.

જેફ બેઝોનના નેજા હેઠળની અમેરિક જાયન્ટ ઈ-કોમર્સ અને સ્ટ્રીમિંગ કંપની એમેઝોન શરૂઆત પહેલાં જ એક્ઝિટ લેશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. એમેઝોને પહેલાથી જ ભારતમાં ૬ અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે, ત્યારે લીગના ઓનલાઈન સ્ટ્રીમિંગ રાઈટ્‌સ માટે વધુ ખર્ચ કરવાનો કોઈ બિઝનેસ પ્લાન બનતો નથી તેમ અધિકારીઓનું માનવું છે.

બ્લૂમબર્ગ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે એમેઝોન ભવિષ્યના બિઝનેસ પ્લાન હેઠળ અડધા ડઝનથી વધુ ગ્લોબલ સ્પોર્ટ્‌સફ્રેન્ચાઇઝીસમાં આઇપીએલની ઓળખ કરી હતી. શરૂઆતી તબક્કામાં એમેઝોન આ હરિફાઈમાં સૌથી મોટી દાવેદાર હતી અને રિલાયન્સને એકમાત્ર હંફાવનાર કંપની હતી પરંતુ તેના બોલી પૂર્વે જ એક્ઝિટના આ ર્નિણયે બજાર માંધાતાઓમાં અનેક શંકા-કુશંકા ઉપજાવી છે.

એમાઝોને તાજેતરમાં જ યુરોપિન સોકરના મીડિયા રાઈટ્‌સ લાખો ડોલરની બોલી સાથે જીત્યાં હતા છે અને ૨૦૩૩ સુધી યુએસમાં ગુરુવારે રાત્રે ફૂટબોલનું પ્રસારણ કરવા માટે ૧ અબજ ડોલર પ્રતિ સિઝનમાં સોદો કર્યો છે.
જાેએ આઈપીએલ અમુક સપ્તાહની જ ટૂર્નામેન્ટ છે તે બાબત પર પણ એમાઝોને વિચાર કર્યો હોઇ શકે છે કારણકે આઈપીએલ સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ અને મે મહિનામાં યોજાય છે.

દસ ટીમો વચ્ચે યોજાતી આ અંદાજે ૩ કલાકની આ રમતને ૫૦ કરોડ આસપાસ દર્શકો ઓનલાઈન જાેવે છે.
એમેઝોનની સંભવિત એક્ઝિટ બાદ પણ આ સ્પર્ધામાં અંબાણીની રિલાયન્સને ડિઝની અને સોની ગ્રૂપ કોર્પ તરફથી હરિફાઈ મળી શકે છે.વર્ષ ૨૦૨૦ માટેના આંકલન અનુસાર આઈપીએલનું મૂલ્ય આશરે ૫.૯ અબજ ડોલર હતુ. ડફ એન્ડ ફેલ્પ્સ જે હવે ક્રોલ તરીકે ઓળખાય છે તેમના રિપોર્ટમાં આ વેલ્યુએશન આંકવામાં આવ્યું હતુ.

જાેકે હવે આ વેલ્યુએશન ટીમ અને મેચો વધતા અંદાજે ૨૫% જેટલું વધ્યું હોઇ શક મપા. બીસીસીઆઈના અંદાજ અનુસાર આઈપીએલનું વેલ્યુએશન ૭ અબજ ડોલરથી વધુ છે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.