Western Times News

Gujarati News

પશ્ચિમ મહારાષ્ટ્રનો 15 માળ અને 250 રૂમવાળો આધુનિક ચબૂતરો

12/06/2022, રવિવારનાં રોજ વિરામય જૈન અહિંસા તીર્થ, પૂણે ખાતે 15 માળના ચબૂતરાનું ઉદ્ઘાટન – પશ્ચિમ મહારાષ્ટ્રનાં સૌ પ્રથમ આધુનિક ચબૂતરાનું સંજયભાઈ ચિરંજીલાલ બક્ષી પરિવાર દ્વારા નિર્માણ

ચબુતરો ભારતની એક આકર્ષક પરંપરા છે, ભારતમાં તે ઠેર–ઠેર જોવા મળે છે. ગુજરાતનાં ગામડામાં વચ્ચોવચ તેમજ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ આ પરંપરા નજરે પડે છે. ટાવર જેવા ઉંચા મિનારા જેવું બાંધકામ, ઉપરનાં ભાગે પક્ષીઓને માળા બાંધવા માટેના મોટા હોલ (કાંણા) અને તેની તરત નીચે પક્ષીને ચણ ખાવા માટે મિનારાની ફરતે ગોળ છાજલી.

મોટા હોલમાં કબુતર અને ચકલા માળો બાંધી શકે અને બચ્ચાં મૂકી શકે એવી વ્યવસ્થા હોય છે. એક પિલર ઉપર અને કેટલાક ચબુતરા ચાર પિલર ઉપર પણ બનેલા જોવા મળે છે. ઠેઠ નીચે ઓટલો બનાવાયો હોય છે જેના પર બેસી ગામનાં લોકો ટોળટપ્પાં માર્યા કરે છે. અહીં કોઇપણ પ્રકારનાં પક્ષી આવીને ચણ ચણીને ઉડી જાય છે. આ ચબુતરો એ વાતનો સંકેત આપે છે કે પક્ષીઓને ચણવા માટે મુક્ત જગ્યા આપવી જોઈએ.

જગતનાં સર્વ જીવોનાં કલ્યાણની ભાવનાથી શ્રી ઈન્દ્રમાણા અમીઝરા વાસુપૂજ્ય જીવરક્ષા અભિયાન અંતર્ગત 6- વર્ષ પહેલા ગામે ગામ પંખીઘર ચબુતરા બનાવવાની શુભ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પથ્થરમાં બનાવેલ અલગ-અલગ  9 થી 10 ડિઝાઇનો અભિયાન દ્વારા બનાવવામાં આવી.

આ અભિયાન અંતર્ગત શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈનાં સહયોગથી વિરામય જૈન અહિંસા તીર્થ, પૂણે ખાતે શ્રી સંજયભાઈ ચિરંજીલાલ બક્ષી પરિવાર દ્વારા નિર્માણ થયેલ 15 માળ અને 250 રૂમવાળા આધુનિક ચબૂતરાનું ઉદ્ઘાટન સમારોહનું આયોજન તા. 12/06/2022, રવિવારનાં બપોરે 3-30 વાગ્યા થી વિરામય જૈન અહિંસા તીર્થ, પૂણે ખાતે કરવામાં આવ્યું છે. આ ચબૂતરો પશ્ચિમ મહારાષ્ટ્રનો સૌ પ્રથમ આધુનિક ચબૂતરો છે.  ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવા શ્રી આદિ જિન યુવક ચેરિટેબલ ટ્રસ્ટનાં જયેશભાઈ જરીવાલા (મો.9920494433) દ્વારા જાહેર આમંત્રણ અપાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.