Western Times News

Gujarati News

ઝઘડિયાના ગુમાનદેવ પાસે રોડ સાઈડમાં ઉભેલી કારણે ટ્રક ચાલકે ટક્કર મારી કચ્ચરઘાણ વાળ્યો

સુરતના ટ્રક માલિકની ટ્રક ગુમાનદેવ પાસે બ્રેકડાઉન થઇ હોય તેની કાર લઈને ટ્રક રીપેર કરાવવા આવ્યો હતો તે દરમિયાન રોડ સાઇડ પર પાર્ક કરેલ કાર ને અન્ય ટ્રકે ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો.

પાર્ક કરેલી કારમાં કોઈ બેઠું ન હોય જાનહાની થવા પામી નથી.

(વિરલ રાણા) ભરૂચ,
ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર  વાહનો ખૂબ મોટા પ્રમાણમાં ભારણ રહે છે.આ ધોરીમાર્ગ પર આડેધડ વાહનો બેફિકરાઈ થી ચાલતા હોય છે. સુરતના એક ટ્રક માલિકની ટ્રક ઝઘડિયા નજીકના ગુમાનદેવ પાસે બ્રેકડાઉન થઈ હતી.

જેથી ટ્રક માલિક પોતાની કાર લઈને ટ્રક રીપેર કરાવવા માટે આવ્યો હતો.બ્રેકડાઉન થયેલ ટ્રક પાસે ટ્રક માલિકે તેની કાર પાર્ક કરી હતી.આ દરમ્યાન એક ટ્રક ચાલક બેફિકરાઈથી અને ગફલતભરી રીતે તેના હંકારી લાવતા પાર્ક કરેલ ટ્રકમાંથી ધડાકાભેર અથાડી અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં પાર્ક કરેલ ટ્રક ને ટક્કર મારતા આગળની ટ્રકમાં ઘૂસી જતા કાર નો આગળ પાછળ બંનેથી કચ્ચરઘાણ વળી ગયો હતો.જેના પગલે કાર માલિકને મોટું નુકસાન થવા પામ્યું હતું.

સદ્નસીબે કોઈ જાનહાની થવા પામી નથી.આ લખાય છે ત્યાં સુધી અકસ્માત બાબતે કોઈ ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાઈ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.