Western Times News

Gujarati News

ન્યૂયોર્કમાં ગુજરાતી જ્વેલર્સના શો રૂમમાં લૂંટ કરી લૂંટારા ફરાર

ન્યૂયોર્ક, ન્યૂયોર્કના એડિસન ટાઉન ખાતે એક ગુજરાતી જ્વેલર્સના શોરૂમમાં લૂંટફાટની ઘટના બની છે. આ વિસ્તાર અમેરિકામાં વસતા ગુજરાતીઓથી ભરેલો છે અને એક ગુજરાતી જ્વેલર્સના શોરૂમમાં જ લૂંટની ઘટના બની છે. ગુજરાતી જ્વેલર્સના શોરૂમમાં થયેલી લૂંટનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

આ વીડિયોમાં જાેઈ શકાય છે કે, દુકાનમાં જ્યારે ૩..૪ લોકોનો સ્ટાફ હાજર હોય છે ત્યારે અચાનક જ ૮ જેટલા લૂંટારૂઓ શોરૂમમાં ધસી આવે છે અને બંદૂક વડે ડરાવીને સૌને નીચે પાડી દે છે.ત્યાર બાદ લૂંટારૂઓ તેમના પાસે રહેલા હથોડી સહિતના સાધનો વડે ફટાફટ શોકેઈસના કાચ તોડવા લાગે છે

અને ઘરેણાં ભરેલી પ્લેટ્‌સ ઉઠાવીને પોતાના પાસે રહેલા થેલામાં ભરવા લાગે છે તથા અમુક પ્લેટ્‌સ હાથમાં લઈને જ બહાર ભાગવા લાગે છે.માત્ર એક જ મિનિટમાં લૂંટારૂઓ દુકાનમાંથી ઘરેણાંની ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ જતા દેખાય છે. ત્યાર બાદ જમીન પર પડેલી મહિલા ઉભી થાય છે અને ખૂણામાં સંતાઈ ગયેલા ભાઈ પણ હોંશ સંભાળીને કોઈકને ફોન કરતા દેખાય છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.