Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૧૪૦ કેસ નોંધાયા

અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૪,૫૨૯ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છેઃ રિકવરી રેટ ૯૯.૦૪ ટકા

ગાંધીનગર,  રાજ્યમાં કોરોનાના આજે નવા ૧૪૦ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૬૬ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૪,૫૨૯ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને ૯૯.૦૪ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૬,૬૭૯ રસીના ડોઝ અપાયા હતા.

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૭૭૮ એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ ૭૭૮ નાગરિકો સ્ટેબલ છે.

અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૨,૧૪,૫૨૯ નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ ૧૦,૯૪૫ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું.

નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૭૯, વડોદરા કોર્પોરેશન ૨૧, સુરત કોર્પોરેશન ૧૧, ગાંધીનગર ૫, મહેસાણા ૪, કચ્છ-રાજકોટ કોર્પોરેશન અને સાબરકાંઠામાં ૩-૩, અમદાવાદ -ભાવનગર કોર્પોરેશન, ગીરસોમનાથ અને સુરતમાં ૨-૨ તથા ગાંધીનગર કોર્પોરેશન, ખેડા અને પાટણમાં ૧-૧ કેસ નોંધાયા છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૭૧ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૩૩૫ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૧૯ ને રસીનો પ્રથમ અને ૧૦૮ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.

૪૯૮૪ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. ૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૩૯ ને રસીનો પ્રથમ અને ૧૨૩ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૬,૬૭૯ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૧,૦૫,૧૮,૨૩૦ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.