Western Times News

Gujarati News

સદભાવના વૃદ્ધાશ્રમનું નવું પરિસર તૈયાર થાય તે પૂર્વે વડીલોને આશ્રય માટે સંસ્થાને બિલ્ડિંગની જરૂરિયાત

બે વર્ષ કે તેથી વધારે સમય માટે વિનામૂલ્યે અથવા ટોકનદરે સંપૂર્ણ બિલ્ડિંગ આપવા ઈચ્છતાં સજ્જનો સંસ્થાનો સંપર્ક કરે.

વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજના કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુકત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વડીલો નિરાધાર બનતા જાય છે. સદ્દભાવના વૃધ્ધાશ્રમ આવા વડીલોને સાચવવાનું કાર્ય કરે છે. આ વૃદ્ધાશ્રમ ગુજરાતનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ છે.

આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મનાં ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં હાલ 400 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે.

તેમાંથી 160 વડીલો તો પથારી વશ (ડાઇપર વાળા) છે. સંસ્થા દ્વારા અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ ઉલ્લાસભેર કરવામાં આવે છે. ગુજરાતને ગ્રીન સ્ટેટ બનાવવાનાં સંકલ્પ સાથે કાર્યરત સદભાવના વૃધ્ધાશ્રમ આજે દરેક શેરીઓ, મહોલ્લાઓ અને સૉસાયટીઓમાં જાણીતું બન્યું છે. તે રાજ્યને ગ્રીન બનાવવાનું પણ અભિયાન ચલાવી રહયું છે.

પ્રથમ તબકકામાં રાજકોટને ગ્રીન સીટી બનાવવાનું અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. આ અભિયાન હેઠળ આ ચોમાસામાં શહેરમાં ર લાખ જેટલા વૃક્ષોનું પીંજરા સાથે વાવેતર કરવામાં આવનાર છે. સાથોસાથ તેના જતનની પણ તકેદારી લેવામાં આવશે.

જે અંતર્ગત ખૂબ ટૂંકા સમયમાં 15,00,000 વૃક્ષો વિનામૂલ્યે પીંજરા સાથે વાવી તેનું જતન કરવામાં આવ્યું છે.તેના જતન માટે સંસ્થાનાં 230 ટ્રેક્ટર, 230 ટેન્કર વડે વૃક્ષોને નિયમીત રીતે પાણી પીવડાવી 600 લોકોનો પગારદાર સ્ટાફ આ અભિયાન ચલાવી રહી છે. તેમજ સંસ્થા દ્વારા બળદ આશ્રમ પણ ચલાવવામાં આવે છે જેમાં 500 બળદોને આશરો અપાયો છે. સંસ્થાનાં તમામ અભિયાન પાછળ કરોડો રૂપિયાનો માતબરનો ખર્ચ કરવામાં આવે છે.

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 400 જેટલા વડીલોને આશરો અપાઈ ચુક્યો છે, આશ્રમમાં હજુ પણ સેંકડો વડીલોને આશ્રયની ઝંખના કરી રહ્યા છે. સદભાવના વૃદ્ધાશ્રમનું નવું ભવન અને નવું પરિસર આગામી દિવસોમાં તૈયાર થઈ જશે જેમાં 2000 વડીલોનો સમાવેશ થઈ શકશે

પરંતુ તે પૂર્વે આ વડીલોને આશ્રય આપવા માટે સંસ્થાને બે વર્ષ કે તેથી વધારે સમય માટે વિનામૂલ્યે અથવા ટોકનદરે સંપૂર્ણ બિલ્ડીંગ કે જેમાં 50, 100 કે તેથી વધુ માવતરોનો સમાવેશ થઈ શકે તે પ્રકારનાં બિલ્ડીંગ રાજકોટ કે તેની આસપાસનાં 50 કિલોમીટરનાં વિસ્તારમાં જોઈએ છે.

જે કોઈ સેવાભાવી સજ્જનોને આ સત્કાર્યોમાં ઉપયોગી થવાની ભાવના હોય તો તાત્કાલિક સદભાવના વૃદ્ધાશ્રમ,  (મો. 98250 77306) નો સંપર્ક કરવામાં યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.