Western Times News

Gujarati News

IPLના મીડિયા રાઈટ્‌સ ૪૪૦૦૦ કરોડમાં વેચાયા

મુંબઈ, વિશ્વની સૌથી લોકપ્રિય ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના મીડિયા રાઈટ્‌સ ૪૪,૦૦૦ કરોડ રૂપિયામાં વેચાયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ વર્ષ માટે એટલે કે ૨૦૨૩થી ૨૦૨૭ માટે ટીવી રાઈટ્‌સ ૫૭.૫ કરોડ રૂપિયા તો ડિજિટલ રાઈટ્‌સ ૪૮ કરોડ રૂપિયામાં વેચાયા છે. હકિકતમાં ટીવી રાઈટ્‌સની બેઝ પ્રાઈસ ૪૯ કરોડ રૂપિયા હતી જ્યારે ડિજિટલ રાઈટ્‌સની બેઝ પ્રાઈસ ૩૩ કરોડ રૂપિયા હતા.

પેકેજ એ અને પેકેજ બી એમ કુલ મળીને આ રાઈટ્‌સ ૪૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધારેની કિંમતે વેચાયા છે. ટીવી અને ડિજિટલ રાઈટ્‌સ ૧૦૫.૫ કરોડ રૂપિયા પ્રતિ મેચના હિસાબે નક્કી કરવામાં આવ્યા છે. જાેકે, કઈ કંપનીએ પેકેજ-એ અને કઈ કંપનીએ પેકેજ-બી ખરીદ્યા છે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.રિપોર્ટ્‌સ પ્રમાણે પેકેજ-એ અને પેકેજ-બી બે અલગ-અલગ કંપનીઓએ ખરીદ્યા છે.

ટીવી માટેનું પેકેજ-એ ૨૩,૫૭૫ કરોડ રૂપિયા એટ લેકે ૫૭.૫ કરોડ રૂપિયા પ્રતિ મેચ વેચાયું છે. જ્યારે ભારતમાં ડિજિટલ રાઈટ્‌સ માટેનું પેકેજ-બી ૨૦,૫૦૦ કરોડ એટેલે કે ૫૦ કરોડ રૂપિયા પ્રતિ મેચ વેચાયું છે. જાેકે, હજી બોલીની વિગતો જાહેર થઈ નથી પરંતુ ટીવી અને ડિજિટલ રાઈટ્‌સ માટે પ્રતિ મેચની વેલ્યુ ૧૦૭.૫ કરોડ રૂપિયા થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટીવી અને ડિજિટલ રાઈટ્‌સ બે અલગ-અલગ કંપનીઓએ ખરીદ્યા છે.

જાેકે, આઈપીએલ મીડિયા રાઈટ્‌સમાં અઢી ગણા કરતાં પણ વધારેનો ઉછાળો નોંધાયો છે. સ્ટાર ઈન્ડિયાએ સપ્ટેમ્બર ૨૦૧૭માં ૧૬,૩૪૭.૫૦ કરોડ રૂપિયાની બોલી સાથે ૨૦૧૭-૨૦૨૨ આઈપીએલ મીડિયા રાઈટ્‌સ ખરીદ્યા હતા. આ દરદમિયાન તેણે સોની પિક્ચર્સને પાછળ રાખી દીધું હતું. આ કરાર સાથે આઈપીએલની એક મેચની કિંમત લગભગ ૫૫ કરોડ રૂપિયા થઈ ગઈ હતી.

જ્યારે તેના પહેલા ૨૦૦૮માં સોની પિક્ચર્સ નેટવર્કે ૮૨૦૦ કરોડ રૂપિયાની બોલી સાથે ૧૦ વર્ષના સમયગાળા માટે આઈપીએલ મીડિયા રાઈટ્‌સ મેળવ્યા હતા.નોંધનીય છે કે ૨૦૨૨થી ટુર્નામેન્ટ્‌સમાં ટીમોની સંખ્યા વધારીને ૧૦ કરી દેવામાં આવી છે. જેમાં ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્‌સ એમ બે નવી ટીમો સામેલ થઈ છે. ગત મહિનાના અંતમાં પૂરી થયેલી આઈપીએલ-૨૦૨૨માં હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ગુજરાત ટાઈટન્સની ટીમ ચેમ્પિયન બની હતી.

નેશનલ ફૂટબોલ લીગ હાલમાં વિશ્વની સૌથી મોંઘી લીગ છે. એનએફએલમાં પ્રતિ મેચ વેલ્યુ ૧૩૫ કરોડ રૂપિયા છે. હવે જાેવાનું એ રહેશે કે શું આઈપીએલ નેશનલ ફૂટબોલ લીગથી આગળ નીકળી જશે કે નહીં. હાલમાં આઈપીએલની પ્રતિ મેચ વેલ્યુ ૧૦૫ કરોડ રૂપિયા છે. બીજા દિવસે બોલી લાગશે તો તમામ લોકોની નજર તેના પર રહેશે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.