Western Times News

Gujarati News

૨૭ વર્ષ જૂનું ઈન્ટરનેટ બ્રાઉઝર: ઈન્ટરનેટ એક્સપ્લોરર ૧૫ જૂન, ૨૦૨૨થી બંધ

નવી દિલ્હી, માઇક્રોસોફ્ટે તેના બ્રાઉઝર ઈન્ટરનેટ એક્સપ્લોરરને બંધ કરવાની જાહેરાત કરી છે. માઇક્રોસોફ્ટ ઈન્ટરનેટ એક્સપ્લોરર ૧૫ જૂન, ૨૦૨૨થી બંધ થઈ જશે. ૨૦૦૩ સુધી માઇક્રોસોફ્ટનું આ વેબ બ્રાઉઝર ટોપ પર હતું પરંતુ તે બાદ આવેલા નવા વેબ બ્રાઉઝર સામે ટકી શક્યું નહીં. હાલ માત્ર પાંચ ટકા લોકો જ આ બ્રાઉઝરનો ઉપયોગ કરે છે.

જ્યારે આ બ્રાઉઝર લોન્ચ થયું ત્યારે ખૂબ ઓછા લોકો પાસે ઈન્ટરનેટની સુવિધા હતી. લોકોને ઈન્ટરનેટ પર કામ કરવાની સમસ્યા હતી. આ બ્રાઉઝર આવ્યા બાદ લોકોનું વેબસાઇટ પર કામ કરવાનું ખૂબસરળ થઈ ગયું હતું. જેના કારણે લોકોમાં તેની લોકપ્રિયતા વધી હતી. પરંતુ ધીમે ધીમે માર્કેટમાં નવા બ્રાઉજર આવ્યા અને સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ વધ્યો હતો.

બ્રાઉઝર કંપનીઓ વચ્ચે શરુ થયેલી સ્પર્ધામાં ઈન્ટરનેટ એક્સપ્લોરર ટકી નહોતું શક્યું. જેના કારણે હવે માઈક્રોસોફ્ટે આ ૨૭ વર્ષ જૂના ઈન્ટરનેટ બ્રાઉઝરને બંધ કરવાની જાહેરાત કરી છે. એક્સપ્લોરરની ધીમી સ્પિડના કારણે તેના પર ઘણા મિમ્સ પણ બન્યા હતા.મહત્વનું છે કે ઈન્ટરનેટ એક્સપ્લોરરનો ઉપયોગ સરકારી એજન્સીઓ અને નાણાકીય સંસ્થાઓ હાલ પણ કરી રહી છે. મહત્વનું છે કે, માઇક્રોસોફ્ટે ઈન્ટરનેટ એક્સપ્લોરર ૧૬ ઓગસ્ટ, ૧૯૯૫ના રોજ રિલીઝ કર્યુ હતું.

તે સમયે લોકો સાઇબર કેફેમાં આ વેબ બ્રાઉઝર પર કામ કરતા હતા. આ બ્રાઉઝરનો એ સમયમાં ઘણો ઉપયોગ થતો હતો.પરંતુ ૨૧મી સદીમાં થયેલી ઈન્ટરનેટની ક્રાંતિમાં નવા-નવા બ્રાઉઝરો આવ્યા અને સ્પર્ધા વધી હતી. આ સ્પર્ધામાં નવી કંપનીઓએ વધુ અપડેટ સાથે યુઝર્સને પોતાની તરફ આકર્ષવામાં સફળતા મેળવી હતી. હાલ ગુગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સ આ સ્પર્ધામાં સૌથી આગળ છે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.