Western Times News

Gujarati News

પોરબંદરના દરિયામાં દુઃખદ ઘટના: પરિવાર સેલ્ફી લેતો હતો અને બાળક તણાઈ ગયું

પોરબંદર, એક તરફ વરસાદી માહોલ છે ત્યારે દરિયામાં પણ કરંટ જાેવા મળતો હોય છે, આવી સ્થિતિમાં પોરબંદરના દરિયામાં દુઃખદ ઘટના બની છે. દરિયા કિનારે સર્જાયેલી દુર્ઘટનામાં બે મહિલા અને એક છોકરો તણાયા હતા. આ ઘટનામાં બે મહિલાઓને લોકોએ બચાવી લીધી હતી જ્યારે બાળક ગૂમ થઈ ગયો હતો. દરિયામાં ડૂબેલા બાળકની શોધખોળ શરુ કરવામાં આવી છે.

મળતી વિગતો પ્રમાણે જ્યારે એક પરિવાર સેલ્ફી લેવાનો પ્રયાસ કરતો હતો ત્યારે દરિયાના ઊંચા મોજા સામે ટકી નહોતા શક્યા અને દરિયામાં ખેંચાઈ ગયા હતા. આ મામલે પોલીસ દ્વારા પણ વધારે તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જે પ્રાથમિક માહિતી મળી રહી છે તેમાં સામે આવી રહ્યું છે કે દરિયામાં ડૂબેલો પરિવાર જામનગરનો હતો.
પોરબંદરના કુછડી ગામ પાસે આ બનાવ બન્યો છે કે જેમાં પરિવારના ત્રણ સભ્યો ડૂબી ગયા હતા.

આ પરિવાર જામનગરથી પોરબંદરમાં ફરવા માટે આવ્યો હતો. આ પરિવાર દરિયા કિનારે ઉભો રહીને સેલ્ફી લઈ રહ્યો હતો ત્યારે તણાયો હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવી રહ્યું છે. પરિવારના સભ્યો સેલ્ફી લઈ રહ્યા હતા દરિયાના મોજાએ થપાટ મારીને પછાડી દીધા હતા જેમાં બે મહિલાઓને આસપાસના લોકોએ બચાવી લીધી હતી. જ્યારે બાળક તણાઈ ગયો હતો.

દરિયાના મોજાની થપાટ વાગ્યા પછી તણાયેલી બે મહિલાઓને બચાવી લેવામાં આવી છે પરંતુ તેઓ ઘાયલ થતા તેમને પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અહીં પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરીને વધુ વિગત જાણવામાં આવી શકે છે.સેલ્ફી લેતી વખતે બનેલી ઘટનામાં તણાઈ ગયેલા બાળકની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.

આ સિવાય જરુર પડે અન્ય ટીમો પણ બાળકની શોધખોળ કરવામાં જાેડાઈ શકે છે.સૌરાષ્ટ્રના જૂનાગઢ સહિત અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથમાં વરસાદી માહોલ છે. આગામી દિવસોમાં પણ અહીં વરસાદ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સામાન્ય રીતે વરસાદનો સમય હોય ત્યારે માછીમારોને પણ દરિયો ખેડવાની મનાઈ ફરવામાં આવતી હોય છે.

તોફાની પવનો અને દરિયામાં આ ઋતુ દરમિયાન આવતા ફેરફારના કારણે કરંટ જાેવા મળતો હોય છે. જેથી કરીને પ્રવાસીઓને પણ દરિયાથી દૂર રહેવા માટે કહેવામાં આવતું હોય છે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.