Western Times News

Gujarati News

અભિનેત્રી અને રાજનેતા કિરણ ખેર ૭૦ વર્ષનાં થયા

મુંબઈ, કિરણ ખેરનો જન્મ એક સિખ પરિવારમાં ૧૪ જૂન ૧૯૫૫નાં પંજાબનાં ચંદીગઢમાં થયો હતો. કિરણે તેની શરૂઆતનું ભણતર ચંદીગઢથી કર્યું છે. જે બાદ પંજાબ યૂનિવર્સિટીથી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયન થિએટરમાં તેણે બેચલરની ડિગ્રી મેળવી છે. તેને બે બહેન અને એક ભાઇ હતી. ભાઇ અમરદીપનું વર્ષ ૨૦૦૩માં એક અકસ્માતમાં નિધન થઇ ગયુ હતું.

તેમની બહેન કંવલ ઠક્કર કૌર છે જે એક અર્જુન એવોર્ડ વિનર બેડમિન્ટન ખેલાડી છે. હાલમાં કિરણ ખૈર ચંદીગઢ સંસદીય ક્ષેત્રની ભારતીય જનતા પાર્ટીની સાંસદ છે. કિરણ ખેરે ખૂબસૂરત, દોસ્તાના, ફના, વીર-ઝારા, મૈં હું ના અને દેવદાસ, મિલેંગે-મિલેંગે, કમબખ્ત ઇશ્ક, કુર્બન, ફના કરી છે. તેણે એહસાસ, અજબ ગજબ લવ, ખૂબસુરત, ટોટલ સિયાપા જેવી ઘણી ફિલ્મોમાં કામ કરીને બધાનું દિલ જીતી લીધું હતું.

કિરણ ખેરે ફિલ્મો ઉપરાંત ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. કિરણ ૧૯૮૮માં ટીવી શો ઈસી બહાને, ૧૯૯૯ની ‘ગુબ્બરે’ અને ૨૦૦૪ની ‘પ્રતિમા’ સીરિયલ્સમાં પણ જાેવા મળી હતી. કિરણ ખેરે વર્ષ ૧૯૮૫માં બોલિવૂડના દિગ્ગજ કલાકાર અનુપમ ખેર સાથે લગ્ન કર્યા હતા.

આ બંનેના બીજા લગ્ન હતા. અનુપમ ખેરે પહેલા લગ્ન મધુમાલતી સાથે કર્યા હતા, જ્યારે કિરોન ખેરના લગ્ન પહેલા બિઝનેસ મેન ગૌતમ બેરી સાથે થયા હતા. ગૌતમ અને કિરણને સિકંદર ખેર નામનો પુત્ર છે. રિપોર્ટ અનુસાર, કિરણ તેના પહેલા લગ્નથી ખુશ નહોતી.

તેથી, ગૌતમ સાથે છૂટાછેડા લીધા પછી, તેણે અનુપમ સાથે બીજી વાર લગ્ન કર્યા. તમને જણાવી દઈએ કે કિરણ અને અનુપમ ખેર ચંદીગઢમાં મળ્યા હતા જ્યાં બંને એક થિયેટરનો ભાગ હતા. અનુપમ અને કિરણના લગ્ન ૧૯૮૫માં થયા હતા.

ફિલ્મોથી દર્શકોને મંત્રમુગ્ધ કરનાર કિરણ ખેર વર્ષ ૨૦૧૪માં પહેલીવાર સાંસદ બન્યા હતા. ૨૦૧૯માં પણ તે ચંદીગઢથી ચૂંટાઈને લોકસભામાં પહોંચી હતી.

કિરન ખેરે ૧૯૮૩માં પંજાબી ફિલ્મ ‘અસર પ્યાર દા’થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ ૧૯૯૬માં તેણે અમરીશ પુરી સાથે સરદારી બેગમમાં કામ કર્યું હતું, જે ખૂબ જ લોકપ્રિય પણ થયું હતું. ચાલો તમને કિરણ વિશે એક ખાસ વાત જણાવીએ કે તે પોતાના સમયમાં એક પ્રતિભાશાળી અભિનેત્રી હોવાની સાથે એક સફળ બેડમિન્ટન ખેલાડી પણ રહી છે.

કિરણ દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ સાથે રાષ્ટ્રીય સ્તરની બેડમિન્ટન રમી ચૂકી છે. તમને જણાવી દઈએ કે કિરણનું ગત વર્ષ ૨૦૨૧ તેમનાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું રહ્યું ન હતું. કારણ કે ગત વર્ષની શરૂઆતમાં તેને ખબર પડી કે તે બ્લડ કેન્સરથી પીડિત છે.

કિરણની સારવાર હજુ ચાલુ છે.આમ છતાં તેનો ઉત્સાહ હજુ પણ અકબંધ છે. કેન્સરની સારવાર દરમિયાન, તે ફરી એકવાર ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ સીઝન ૯’ ના સેટ પર જજ તરીકે ટીવી પર પાછો ફર્યો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.