Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના નવા ૧૬૫ કેસ

ગાંધીનગર, ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના નવા ૧૬૫ કેસ સામે આવ્યા છે. તેના એક દિવસ પહેલા રાજ્યમાં ૧૧૧ કેસ સામે આવ્યા હતા. રાહતની વાત છે કે છેલ્લા ૨૪ કલાકમાં એકપણ મૃત્યુ નોંધાયુ નથી. તો કોરોનાની સારવાર બાદ ૭૭ લોકો સાજા થયા છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ કેસનો આંકડો વધીને ૧૨ લાખ ૨૬ હજાર ૫૨૮ પર પહોંચી ગયો છે. જ્યારે કોરોનાને લીધે અત્યાર સુધી ૧૦૯૪૫ લોકોના મોત થયા છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ જિલ્લામાં ૯૨ કેસ સામે આવ્યા છે. જ્યારે વડોદરા જિલ્લામાં ૨૨, સુરત જિલ્લામાં ૧૨, ગાંધીનગર જિલ્લામાં ૧૦, ભાવનગરમાં ૬, જામનગર ૫, મહેસાણા, નવસારીમાં ત્રણ-ત્રણ, અમરેલી, આણંદ, ભરૂચ, કચ્છમાં બે-બે અને બનાસકાંઠામાં એક કેસ સામે આવ્યો છે. નવા કેસની સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૯૨૦ પર પહોંચી ગઈ છે. જેમાં એક દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી ૧૦૯૪૫ લોકોના મોત થયા છે.

જ્યારે કોરોનાની સારવાર બાદ ૧૨ લાખ ૧૪ હજાર ૬૬૩ લોકો સાજા થયા છે. ગુજરાતનો રિકવરી રેટ ૯૯.૦૩ ટકા છે. તો કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે સતત રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે સાંજે પાંચ કલાક સુધીમાં કોરોના વેક્સીનના ૪૫ હજાર ૩૯૫ ડોઝ આપવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી રાજ્યમાં વેક્સીનના કુલ ૧૧ કરોડ ૫ લાખ ૯૦ હજાર ૪૮ ડોઝ આપવામાં આવ્યા છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.