Western Times News

Gujarati News

ભકતોની હાજરીમાં ભગવાન જગન્નાથ મોસાળમાં પહોંચ્યા

અમદાવાદ, ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બિજ એટલે કે ૧ જુલાઈએ નિકળવાની છે. આજે સવારે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રા પૂર્વે અને પરંપરા પ્રમાણે જેઠ સુદ પૂનમ એટલે કે આજે ભવ્ય જળયાત્રા નિજ મંદિરેથી નીકળી સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચીને તમામ વિધીઓ પૂર્ણ કરીને પાછી ફરી હતી. ભક્તોના જય રણછોડ માખણચોરના નાદ સાથે નિજ મંદિર ગૂંજી ઉઠ્‌યું હતું. ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. હવે ભગવાન જગન્નાથ મોસાળમાં પહોંચ્યા છે.

રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ સરસપુરમાં મામાને ઘરે પહોંચ્યા છે. હવે ૧૫ દિવસ સુધી ભગવાન અહીં રહેવાના છે. ભગવાન જગન્નાથના આગમનને લઈને સરસપુરમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. અહીં મોટી સંખ્યામાં ભગવાનના વધામણા કરવા માટે ભક્તો હાજર છે. હવે સરસપુર મંદિરમાં ૧૫ દિવસ ભગવાન જગન્નાથને લાડ લડાવવામાં આવશે. અહીં દરરોજ વિવિધ કાર્યક્રમનું આયોજન પણ થશે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વખતે ધામધૂમથી નીકળવાની છે, ત્યારે રથયાત્રા પૂર્વે અને પરંપરા પ્રમાણે જેઠ સુદ પૂનમ એટલે કે આજે ભવ્ય જળયાત્રા નિજ મંદિરેથી નીકળી સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચીને તમામ વિધીઓ પૂર્ણ કરીને પાછી ફરી છે. ભક્તોના જય રણછોડ માખણચોરના નાદ સાથે નિજ મંદિર ગૂંજી ઉઠ્‌યું છે.

ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવ્યો છે. જળાભિષેક બાદ શોડોષચાર પૂજન કરવામાં આવ્યું હતું અને પૂજન બાદ ભગવાન ગજવેશ ધારણ કર્યો. અમદાવાદમાં જળયાત્રા બાદ ભગવાને ભક્તોને ગજવેશમાં દર્શન આપ્યા છે. તમને જણાવી દઈએ કે વર્ષમાં માત્ર એક જ દિવસ ભગવાન ગજવેશ ધારણ કરે છે. ભગવાનના ગજવેશમાં દર્શન કરી ભક્તો ખુશખુશાલ થયા છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.