Western Times News

Gujarati News

રશિયા-યુક્રેન યુદ્ધ બાદ વિશ્વમાં પરમાણુ હથિયારોની માંગ વધી

નવીદિલ્હી, ચીન પાસે અત્યારે ઓછામાં ઓછા ૩૫૦ ન્યૂકિલયર વોર હેડઝ છે. ભારતમાં ૧૬૦ વોર હેડઝ કરતાં બમણાથી પણ વધુ છે. આમ છતાં અમેરિકા અને રશિયાની સરખામણીમાં તો તે ઘણા ઓછા છે. ચીને છેલ્લા કેટલાક વર્ષોમાં તેની વહન શકિત (લોન્ચ-કેપેબિલિટી) વધારી દીધી છે.

તેમ સ્ટોકહોમ સ્થિત સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રીસર્ચ ઇન્સ્ટીટયુટ જણાવે છે. તે કહે છે દસેક વર્ષ પૂર્વે પીએલએ પાસે મુખ્યત્વે કરીને લિકવીડ ફયુએલ્ડ લેન્ડ બેઝડ બેલાસ્ટિક મિસાઈલ્સ અને થોડા સી બેઝડ બેલાસ્ટિક મિસાઈલ્સ તથા કેટલાક ગ્રેવીટી બોંબનો જથ્થો હતો.

પરંતુ ૨૦૧૭ આસપાસ ચીને ત્રણે રીતે તેના પરમાણુ દળો વધાર્યા છે. જેમાં સોલિડ ફયુએલ્ડ મોબાઈલ અને સિલોઝ (ભૂગર્ભ)માં રહેલા મિસાઈલ્સનો સમાવેશ થાય છે. ઉપરાંત સબમરિન્સમાંથી પણ છોડી શકાય તેવા મિસાઈલ્સ તેણે તૈનાત જ રાખ્યા છે. જેથી અન્ય દેશોના ભયનો તે મુકાબલો કરી શકે.

સિંગાપુરમાં યોજાયેલા શાંગ્રીલા ડાયલોગ પછી ચીનના સંરક્ષણ મંત્રી વી ફેંગે આપેલા વક્તવ્ય પછી તુર્ત જ આ અહેવાલ પ્રસિદ્ધ કરાયો છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.