Western Times News

Gujarati News

સુપર વિઝા ધરાવતા લોકો કેનેડામાં પાંચ વર્ષ રહી શકશે

ટોરેન્ટો, કેનેડાએ તેના લોકપ્રિય સુપર વિઝાની માન્યતા વધારવાની યોજના જાહેર કરી છે- જે વર્તમાન કાયમી રહેવાસીઓ અને નાગરિકોના માતા-પિતા અને ગ્રાન્ડ પેરેન્ટ્‌સને તેમની મુલાકાત લેવાની મંજૂરી આપે છે. ઈમિગ્રેશન, રેફ્યુજી અને સિટિઝનશિપ કેનેડા (આઈઆરસીસી)એ જાહેરાત કરી છે કે ૪ જુલાઈથી સુપર વિઝા ધરાવતા લોકો કેનેડામાં એન્ટ્રી બાદ પાંચ વર્ષ સુધી રહી શકે છે.

વર્તમાન સુપર વિઝા ધારકો પાસે કેનેડામાં હોય ત્યારે તેમના રોકાણને બે વર્ષ સુધી વધારવાની વિનંતી કરવાનો વિકલ્પ પણ હશે. તેનો મતલબ એ છે કે વર્તમાન સુપર વિઝા ધારકો હવે કેનેડામાં સળંગ સાત વર્ષ સુધી રહી શકશે. આઈઆરસીસી ડેટા પ્રમાણે પ્રત્યેક વર્ષે અંદાજીત ૧૭,૦૦૦ સુપર વિઝા ઈસ્યુ કરવામાં આવે છે. આ વિઝા મલ્ટી-એન્ટ્રી વિઝા છે જે ૧૦ વર્ષ સુધી માન્ય હોય છે.

આઈઆરસીસીની જાહેરાત બીજાે ફેરફાર એ લાવશે કે પસંદગીની આંતરરાષ્ટ્રીય મેડિકલ ઈન્સ્યોરન્સ કંપનીઓ ભવિષ્યમાં સુપર વિઝા અરજદારોને કવરેજ પ્રદાન કરી શકશે. કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર પાસે આ કંપનીઓને નિયુક્ત કરવાની સત્તા હશે. સુપર વિઝા માટે એપ્લાય કરતા પહેલા, તમારા માતા-પિતા કે ગ્રાન્ડપેરેન્ટ્‌સે આટલું કરવું પડશે.

તમારા તરફથી સહી કરેલ ઈન્વાઈટ લેટર જેમાં સામેલ છેઃ તેમની મુલાકાતના સમયગાળા માટે નાણાકીય સહાયનું વચન, તમારા ઘરના લોકોની યાદી અને સંખ્યા, તમારા કેનેડિયન નાગરિકત્વ અથવા કાયમી નિવાસી દસ્તાવેજની નકલ. કેનેડિયન વીમા કંપની પાસેથી મેડિકલ ઈન્સ્યોરન્સઃ આ ઈન્સ્યોરન્સ કેનેડામાં પ્રવેશ્યાની તારીખથી એક વર્ષ સુધી માન્ય રહેશે, મિનિમમ કવરેજ માટે ૧,૦૦,૦૦૦ ડોલર પ્રોવાઈડ કરશે, મેડિકલ ઈન્સ્યોરન્સની ચૂકવણી કરી છે તેનું પ્રૂફ જાેઈશે (ક્વોટ્‌સ સ્વીકારવામાં આવશે નહીં).

આ પણ ફરજિયાત છેઃ કેનેડામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે, ઈમિગ્રેશન મેડિકલ એક્ઝામ લેવાશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતીયો કાયમી રહેવાસી બનવા માટે જારી કરાયેલા આમંત્રણોની સંખ્યા અને કાયમી રહેવાસી તરીકે પ્રવેશ મેળવનારા બંનેના સંદર્ભમાં ચાર્ટમાં આગળ રહ્યા છે. ઉદાહરણ તરીકે ૨૦૨૦માં ભારતીય નાગરિકોએ ‘એક્સપ્રેસ એન્ટ્રી’ રૂટ હેઠળ કેનેડામાં કાયમી નિવાસ માટે અરજી કરવા માટે ૫૦,૮૪૧ આમંત્રણ મેળવ્યા હતા. આ સમયગાળા દરમિયાન જારી કરાયેલા કુલ આમંત્રણ (૧.૦૭ લાખ)ના ૪૭% હતા.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.