Western Times News

Gujarati News

ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ

ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આગામી ૨૧ જૂને ઉજવાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ હેતુસર ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મુખ્ય થીમ ‘યોગ ફોર હ્યુમેનિટી’ ”માનવતા માટે યોગ” છે.

આંતરરાષ્ટ્રિય યોગ દિવસની રાજ્યકક્ષાથી લઇને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરની ઉજવણીમાં અંદાજે સવા કરોડ લોકોને યોગમય બનાવી આ દિવસની ઉજવણી કરવા રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યુ છેઆ સમગ્ર આયોજનની તલસ્પર્શી છણાવટ તથા સંબંધિત તંત્રવાહકોને જરૂરી માર્ગદર્શન મુખ્યમંત્રીએ આ બેઠકમાં આપ્યું હતું. યોગ દિવસે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં યોજાવાનો છે.

જેમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી અને રાજ્યના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી પણ આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જાેડાશે. તો વડાપ્રધાન આ કાર્યક્રમોમાં વર્ચુઅલ ઉપસ્થિત રહી પ્રેરણા દાયી સંબોધન કરશે તેનું પ્રસારણ યોગ દિવસની ઉજવણીના તમામ સ્થળોએ કરાશે.

મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત ૧૭ ધાર્મિકસ્થળો, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત ૧૮ ઐતિહાસિક સ્થાનો, કચ્છના રણ સહિત રર પ્રવાસન ધામો, માનગઢ હિલ અને સાપુતારા સહિત ૧૭ કુદરતી સૌદર્ય ધામો અને સાયન્સસિટી ખાતે આ દિવસે સામુહિક યોગ સાધના કાર્યક્રમ થવાના છે.

રાજ્યનાં અન્ય મહાનગરોમાં યોગદિવસની ઉજવણી ભાવનગરના જવાહર ગ્રાઉન્ડ, જામનગરના રણમલ તળાવ, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ, વડોદરામાં લક્ષ્મીવિલાસ પેલેસ અને સુરતના વનીતા આશ્રમ ખાતે કરવામાં આવશે.રાજ્યમાં યોગદિવસની ઉજવણી જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ તેમજ શાળાઓ, આઈ.ટી.આઈ., આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશન અને જેલ ખાતે પણ કરવામાં આવશે.અમદાવાદનું શાંતિગ્રામ અદાણી, કચ્છનું સફેદ રણ, મહેસાણાનો ધરોઈ ડેમ અને નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે આઈકોનિક સ્થળો ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી થશે.

તાલુકા કક્ષાની ઉજવણીમાં તાલુકાદીઠ ૫૦૦ લોકો સહિત અંદાજે ૧ લાખ ૨૫ હજાર લોકો ભાગ લેશે. ગામ દીઠ ૨૫ લોકો યોગદિવસની ઉજવણીમાં જાેડાશે. તેથી કુલ ૪ લાખ ૫૫ હજાર ૬૫૦ લોકો ગ્રામીણ કક્ષાની ઉજવણીમાં જાેડાશે. રાજ્યની ૪૫,૦૦૦ પ્રાથમિક શાળાના ૮૪,૬૫,૦૦૦ વિદ્યાર્થીઓ તેમ જ ૩,૨૩,૦૦૦ શિક્ષકો યોગદિવસની ઉજવણીમાં જાેડાશે. ૧૨,૫૦૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૨૮,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૮૯,૦૦૦ શિક્ષકો આ ઉજવણીમાં જાેડાશે.

તો ૨૬૦૦ યુનિવર્સિટી-કોલેજીઝના ૧૬,૧૪,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૬૦,૦૦૦ અધ્યાપકો યોગદિવસની ઉજવણીમાં સહભાગી થશે. રાજ્યની ૨૮૭ આઈ.ટી.આઈ.દીઠ ૧૦૦ વિદ્યાર્થીઓ એમ કુલ ૨૮,૭૦૦ વિદ્યાર્થીઓ યોગદિવસની ઉજવણીમાં જાેડાશે. રાજ્યના ૧૪૭૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૬૫૦૦ પેટાકેન્દ્રો પર કુલ ૧૨,૭૦,૪૦૦ લોકો યોગ કરશે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.