Western Times News

Gujarati News

પોરબંદર જિલ્લાની ૬૨ વિધાર્થીઓની સ્પોર્ટ્‌સ સ્કૂલ માટે કરાઈ પસંદગી

ગાંધીનગર,આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મિશન જિલ્લા રમત સંકૂલ પોરબંદર ને અન્ય જિલ્લાની સરખામણીમાં સૌથી વધુ ૬૨ વિદ્યાર્થીઓની જિલ્લાકક્ષા સ્પોર્ટ્‌સ સ્કૂલ માટે પસંદગી કરવામાં આવી છે. પોરબંદર ની પસંદગી પામેલી તમામ વિધાર્થીઓને સરકાર દ્રારા વિનામૂલ્યે શિક્ષણ, રહેવા જમવા તથા રમત ગમતની સુવિધા પુરી પાડવામાં આવશે.

સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત જિલ્લા રમત સંકૂલમાં પ્રવેશ મેળવનાર બાળકોનો જિલ્લા કલેક્ટર અશોક શર્માની ઉપસ્થિતિમાં સરદાર પટેલ રમત સંકુલ પોરબંદર ખાતે સન્માન સમારંભ યોજાયો હતો. આ તકે રમતક્ષેત્રના માધ્યમથી ઉજ્જવળ કારકિર્દી ઘડતરના મૂલ્યોને જીવનમંત્ર બનાવવા આહ્વાન કરતાં કલેક્ટર અશોક શર્મા દ્રારા સ્પોર્ટ્‌સ સ્કૂલ માટે પસંદગી પામેલ પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી દૈનિક જીવનમા શું કરવુ અને શું ન કરવું તેની વિસ્તારથી સમજ આપી હતી.

કલેકટરએ વિધાર્થીઓને સુચન કર્યુ કે, સારા જીવન માટે સારા મિત્રો, પોષણયુક્ત આહાર, સારૂ વાચન તથા પરિશ્રમ જરૂરી છે. તથા ભુખ વગરનુ ભોજન અને ઉંઘ વગરના આરામનો ત્યાગ કરી ખેલકુદ અને અભ્યાસમા ધ્યાન કેન્દ્રીત કરવુ જાેઇએ.

પોરબંદર જિલ્લા યુવા વિકાસ અધિકારી ડૉ. રસિક મકવાણા અશોક ઓડેદરા, હિરેન ઓડેદરા દેવજીભાઈ ઓડેદરા, ભરત ઓડેદરા(સરપંચ માલગામ), કરસન ઓડેદરા, ઘેલું કાંબલીયા,ખીમાનંદ સિસોદિયા, મહેશ ભીંભા, પ્રહલાદસિંહ જેઠવા, મોહનભાઈ મોઢવાડીયા, કૌશિક સિંધવા, રમેશ ટુકડિયા, કૈલાશબેન, ભરત જુંગી, વર્ષાબેન બોખીરીયા સાથે તાલુકા કક્ષાએ થી રાજયકક્ષા પસંદગી પ્રક્રિયા સુધી મદદ કરનાર તમામનો જિલ્લા રમત વિકાસ અધિકારી પોરબંદર ડૉ. મનીષ કુમાર જીલડીયા એ આભાર માની વિદ્યાર્થીઓ અને વાલીઓને સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ગુજરાત વતી અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.HS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.