Western Times News

Gujarati News

નિષ્ણાતની સલાહ લીધા વગર યોગ કરવાથી ફાયદાને બદલે નુકસાન થઇ શકે છે

File

યોગાસનઃ ક્યારે કરવા અને ક્યારે ન કરવા?-યોગાસન કરવા માટે કોઇ નિષ્ણાતની સલાહ લેવી જાેઇએ કારણ કે કેટલીક પરિસ્થિતિમાં સલાહ લીધા વગર યોગ કરવાથી ફાયદાને બદલે નુકસાન થઇ શકે છે

સ્વસ્થ જીવન માટે ફિટનેસ જાળવી જરૂરી છે. છેલ્લા કેટલાક સમયથી ફિટનેસ જાળવવા માટે યોગાસનની નિયમિત પ્રેક્ટિસ કરવાનું વલણ વધ્યુ છે. જાેકે જે રીતે એક્સરસાઇઝ કરવા માટે ફિટનેસ ટ્રેનરનું માર્ગદર્શન જરૂરી છે, એ જ રીતે યોગાસન કરવા માટે કોઇ નિષ્ણાતની સલાહ લેવી જાેઇએ, કારણ કે કેટલીક પરિસ્થિતિમાં એક્સપર્ટની સલાહ લીધા વગરયોગ કરવાથી ફાયદાને બદલે નુકસાન થઇ શકે છે.

હૃદયરોગના દર્દીઓએ સાચવવું ઃ એક એવી માન્યતા છે કે નિયમિત રીતે કપાલભાતિ કરવાથી રક્તનું પરિભ્રમણ સ્વસ્થ રહે છે. જાેકે હકીકત એ છે કે કપાલભાતિ કરવાથી રકત પરિભ્રમણ ઝડપથી થાય છે. પરિણામે હૃદયને પમ્પિંગ કરવામાં વધુ મહેનત પડે છે અને હૃદયના ધબકારા વધી જાય છે.

ધબકારા વધી જવાથી જેમનું હૃદય નબળી હોય તેમને હાર્ટએટેક કે હાર્ટ ફેલ્યોર થઇ શકે છે. આમ, હાર્ટ એટેકના દર્દીઓએ નિષ્ણાતના માર્ગદર્શન વગર કપાલભાતિ કે શીર્ષાસન ન કરવું.

ઢીંચણનો દુખાવો ઃ માર્ગદર્શન વગર ખોટી રીતે આસન કરવાથી ઢીંચણમાં દુઃખાવો થઇ શકે છે. ઘણા લોકોને એ ખ્યાલ નથી હોતો કે તેમના હાડકા નબળા થઇ ચૂક્યા છે. હાડકા નબળા થાય તો પગ ફેલાવીને, ઊલટા સૂઇને પગ પકડવા, સીધા ઊભા રહીને સાથળ પર બીજાે પગ રાખવા જેવા આસન કરવાથી થાપામાં ફ્રેક્ચર થવાનું જાેખમ વધી જાય છે. ઢીંચણમાં દુઃખાવો થાય તો વજ્રાસનની મુદ્રાનાં આસનો ન કરવા. સર્વાઇકલ પેઇનમાં ઊંધા સૂઇને પણ કોઇ આસન ન કરવા. તેનાથી કમરનો દુઃખાવો વધી શકે છે.

સર્વાઇકલ ડિસ્કનું જાેખમ ઃ કપાલભાતિ કોઇ અન્યને કરતાં જાેઇને બીજી વ્યક્તિએ ન કરવુ, કારણ કે નકલ કરનાર વ્યક્તિનું શરીર પેલી વ્યક્તિ જેટલું મજબૂત ન પણ હોય. તેમ છતાં કપાલભાતિ નિયમિતપણે કરવામાં આવે તો મસ્ક્યુલર પેઇન અને તેની સાથે સંકળાયેલા રોગ પણ થઇ શકે છે. સર્વાઇકલ ડિસ્કની સમસ્યા પણ થઇ શકે છે. માટે કમરનો દુઃખાવો અને સર્વાઇકલ પ્રોબ્લેમમાં કપાલભાતિ, શીર્ષાસન ન કરવા જાેઇએ.

કેન્સરના દર્દીઓએ સાચવવું ઃ કેન્સરના દર્દીએ પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આસનો કરવા જાેઇએ અને તે માટે પણ પહેલાં ડોક્ટરની સલાહ લેવી જાેઇએ. કેન્સરના એડવાન્સ સ્ટેજમાં યોગાસનો અવોઇડ કરવા. આ સ્ટેજ પર દર્દી કીમોથેરપી લેતો હોય છે, જેના કારણે એના હાડકા નબળાં પડી ગયા હોય છે. આ સ્થિતિમાં આસનને કારણે ફ્રેક્ચર થવાનું જાેખમ વધી જાય છે. આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે.

ખાનપાનમાં સાવચેતી ઃ યોગાસન દરમિયાન વધારે પાણી ન પીવું કારણ કે જ્યારે તમે યોગ કરો છો ત્યારે તમારા શરીરની ગરમીનું સ્તર ધીમે ધીમે વધે છે. પાણી પીવાથી ગરમી અચાનક ઝડપથી ઘટી જાય છે અને શરદી, ઉધરસની બીમારી, એલર્જી વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે. તેથી જરૂર પડે ત્યારે એક કે બે ઘૂંટ પાણીથી વધુ પાણી ન પીવું.

યોગાસન કર્યાં પછી અથવા કોઇ પણ પ્રકારની કસરત કર્યાં પછી તરત જ સ્નાન ન કરવું જાેઇએ. થોડો સમય આરામ કરીને શરીરને ઠંડુ થવા દો, પછી સ્નાન કરો.

ક્યારે યોગ ફાયદાકારક ? ઃ યોગ મસ્તિષ્ક અને ચેહારના ભાગમાં લોહીનું પરિભ્રમણ અત્યંત વેગીલું બનાવી દે છે. નસોમાં લોહીનો પ્રવાહ સારી રીતે વહે છે. તમામ સૂક્ષ્મ રક્તવાહિનીઓ, સ્નાયુઓ અને માંસપેશીઓને ફરી એક વાર ચેતના બક્ષે છે તથા શરીરને યુવાન અને સ્ફૂર્તિલું બનાવે છે. યોગ કરવાથી માનસિક અને શારીરિક અકલ્પિત સ્વાસ્થ્ય લાભ થાય છે. હાઇ બ્લડપ્રેશરનું સામાન્ય થવુ, તણાવમાં રાહત, સ્થૂળતા અને કોલેસ્ટેરોલ પર નિયંત્રણ જેવા રોગોમાં સકારાત્મક પરિણામો મળે છે.

રોજ યોગ કરવાથી શરીર સુંદર, સુડોળ અને નિરોગી રહે છે. શરીર અને મનને તાજીગીસભર રાખવા માટે, શરીરની નષ્ટ થયેલી ઊર્જા અને શક્તિની આપૂર્તિ કરવા માટે અને આધ્યાત્મિક લાભની દૃષ્ટિએ પણ યોગ મહત્વપૂર્ણ છે. તેનાથી શારીરિક ઊર્જા જળવાઇ રહે છે અને મન પણ સ્વસ્થ રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.