Western Times News

Gujarati News

જેડાને ઉર્જા વિભાગ હસ્તક સોંપવાની સરકારની વિચારણા

(પ્રતિનિધિ)ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા સોલાર સિસ્ટમને કાંઈ આપવા માટે સોલાર રૂફ ટોપ યોજના ઉપરાંત સોલાર આધારિત વિવિધ યોજનાઓ માટે પ્રતિવર્ષ લાખો રૂપિયાનું આંધણ કરે છે એટલું જ નહીં નાના પાયે વીજ ઉત્પાદન ક્ષેત્રમાં સોલાર પ્રોજેક્ટ અન્વયે કરોડો રૂપિયાની સબસિડી પણ ચૂકવે છે

ત્યારે ખાનગી કંપનીના સહારે વિવિધ પ્રોજેક્ટનું અમલીકરણ કરવાથી નાણાકીય વિવિધ ગેરરીતિઓ થતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ગુજરાત સરકારની ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના કૌભાંડ અંગેની વ્યાપક ફરિયાદો મુખ્યમંત્રી સુધી પહોંચતા હવે જેડા ને ઉર્જા વિભાગ હસ્તક સોંપવાની વિચારણા સરકાર દ્વારા કરવામાં આવી રહી હોવાનું મનાઈ રહ્યું છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજય સરકાર હસ્તકના ગુજરાત ઉર્જા વિકાસ નિગમ એટલે કે જેડા ને કલાઈમેટ ચેન્જ વિભાગ હેઠળ આવરી લેવામાં આવ્યો છે. પરંતુ આ નિગમ દ્વારા સોલાર પવન ઉર્જા યોજના ના નામે વ્યાપક કૌભાંડો આચરવામાં આવતા હોવાની રાવ ઉભી થઇ છે.

એટલું જ નહીં નિગમ હેઠળ આવતી વિવિધ યોજનાઓની સબસીડી તેમજ ફાળવવામાં આવતા બઝેટ માં પણ પારદર્શિતા નો આભાવ હોવાની ચર્ચા ચકડોળે ચઢી છે.

ત્યારે આ સમગ્ર બાબતોની અલગ અલગ ફરિયાદો મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ સમક્ષ પહોંચતા જ સરકારે હવે જેડા (ગુજરાત ઉર્જા વિકાસ નિગમ) ને બદલી દેવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હોવાનું મનાઈ રહ્યું છે. જાેકે સરકાર કેટલી ઝડપથી આ ર્નિણય કરશે અને મળેલી ફરિયાદો બાદ તપાસ કરશે કે કેમ તે યક્ષ પ્રશ્ન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.