Western Times News

Gujarati News

PM મોદીના આગમનને લઈને પાવાગઢમાં ચુસ્ત બંદોબસ્ત

પંચમહાલ , વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૮ જુનના રોજ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે. જેને લઈ PM  મોદીના આગમન પૂર્વે સાંજના લાઇટિંગના દ્રશ્યોનો વિડીયો સામે આવ્યો છે. પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે અલગ-અલગ પ્રકારની લાઇટોથી શણગાર કરવામાં આવ્યો છે. પાવાગઢમાં પહેલા ક્યારેય ના જાેયો હોય તેવો નજારો જાેવા મળી રહ્યો છે.

પંચમહાલ જિલ્લામાં આવેલો પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી ૧૮ તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢ ખાતે પધારી રહ્યા છે. ત્યારે પાવાગઢ ખાતે વિકાસના કાર્યોની એક ઝાંખી દર્શાવતો વિડિયો સામે આવ્યા છે. વર્ષો પહેલા દેખાતું પાવાગઢ આજે વિકાસથી ભરપુર નયનરમ્ય દ્રશ્યો પણ જાેવા મળે છે. લોકોને પડતી અગવડને કારણે વિકાસના કાર્યો થયા બાદ આજે લોકો સહેલાઈથી દર્શન કરી રહ્યા છે.

પાવાગઢ ખાતે કરોડોના ખર્ચે વિકાસના કાર્યો વડાપ્રધાન મોદી દ્વારા વિકાસના કાર્યોનો નિરીક્ષણ અને લોકાર્પણ કરશે. આગામી સમયમાં પાવાગઢનો વિકાસ વધવાની શક્યતાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. જેને લઇને યાત્રિકોમાં પણ વધારે ધસારો જાેવા મળી રહ્યો છે. આ તરફ વિકાસની એક ઝાંખી ધરાવતો વીડિયો ડ્રોન કેમેરામાં કંડારાઇ ગયા છે. જેમાં ડુંગર ઉપર નયનરમ્ય દ્રશ્ય દેખાઈ રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૮ જુનના રોજ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે. જેને લઈ સુરક્ષાના કારણોસર મંદિર ટ્રસ્ટ દ્વારા એક મોટો ર્નિણય કરવામાં આવ્યો છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા ૧૬ જૂનના બપોરથી યાત્રાળુઓ માટે મંદિરમાં દર્શન બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. જે બાદમાં ૧૮ જૂન PM મોદીની પાવાગઢ મંદિરની મુલાકાત બાદ ૧૮ જૂને ૩ વાગ્યા બાદ ભક્તો કરી દર્શન શકશે.

પાવાગઢ ખાતે ૧૮ મી જૂનના રોજ પીએમ મોદીના હસ્તે જે ધ્વજારોહણ થવા નું તેને ખૂબ જ ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે. કારણ કે, અગાઉ જે જૂનું ઐતિહાસિક મંદિર હતું તેનું શિખર ખંડિત હતું જેને લઈ તેની પર હજારો વર્ષોથી ધ્વજારોહણ કરી શકાતું નહોતું. પરંતુ હવે જ્યારે આખે આખા મંદિરનું નવીનીકરણ થઈ જતા હવે સ્વર્ણ જડિત ધ્વજદંડ પર વડાપ્રધાન મોદીના હસ્તે ધ્વજાજી બિરાજમાન થશે. હજારો વર્ષો બાદ પાવાગઢ નિજ મંદિર પર ધ્વજારોહણ થવાનું હોય આ ક્ષણને ખૂબ જ ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે શક્તિ ઉપાશક હોઈ માં મહાકાળી માં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. હમણાં થોડા દિવસ પહેલા તેમણે જાતે જ જાહેરાત કરી કે, પાવાગઢ ખાતે દર્શન કરવાની તેમની ઈચ્છા છે. જાેકે તેમની તે ઈચ્છા હવે પૂર્ણ થવા જઈ રહી છે. વડાપ્રધાનના આગમનને લઈ મંદિર ટ્રસ્ટ, સ્થાનિક પ્રજાજનો સહિત સમગ્ર ગુજરાત ઉત્સાહિત છે. પીએમના આગમન અને નિજ મંદિર દર્શન માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.