Western Times News

Gujarati News

અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચે ભરત વાઘાણી નામના શખ્સની ધરપકડ કરી

અમદાવાદ,અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચે ભરત વાઘાણી નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી પર રાજકીય હસ્તીના નામે અધિકારીઓને ધમકાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે. મળતી માહિતી પ્રમાણે આરોપી ભરત વાઘાણી ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલના નામે સરકારી કર્મચારીઓની બદલી માટે કોલ કરી દમ મારતો હતો. એટલું જ નહીં આરોપી વાઘાણીએ ૧૬ જૂનના રોજ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક એન્જિનિયર એન.જી શિલુંને ફોન કરી પોતે સી.આર પાટીલ બોલતા હોવાનું કહીને અમરેલીના ક્લાર્કની બદલી કરવા માટે ફોન કર્યો હતો.

આ ઉપરાંત કાર્યપાલક એન્જિનિયરને એવી પણ ભલામણ કરેલી કે ક્લાર્ક કુલદીપ આઉટસોર્સિંગના માણસોને હેરાન કરતો હોવાની પણ ફરિયાદ ફોન પર કરેલી. આ વાતની જાણ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ થઈ અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ પ્રકારે તે કેટલા સમયથી કરતો હતો અને આવી ધમકી આપીને તેણે કોઇ સરકારી કામકાજ ખોટી રીતે પાર પાડ્યા છે કે કેમ વગેરે મુદ્દે તપાસ ચલાવી છે.

આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે ભરત વાઘાણી પોતે કોન્ટ્રાક્ટર હોય આઉટસોર્સિંગના અલગ અલગ કામ રાખતો હતો. અમરેલીના ક્લાર્કની બદલી કરાવવા માટે આ સમગ્ર તરકટ રચ્યું હતું. જાેકે પોલીસે હવે એ બાબતે તપાસ શરૂ કરી છે કે અગાઉ પણ આ પ્રકારે અન્ય કોઈની બદલી કરાવી કે પૈસા પડાવ્યા છે કે કેમ? અત્રે ઉલ્લેખનીય છે કે, એક ખાનગી એપમાં પણ તેણે પોતાનું નામ સી.આર પાટીલ ગુજરાત ભાજપ તરીકેની પ્રોફાઇલ બનાવી હતી.
જેથી જ્યારે પણ તે કોઇને કોલ કરે તો આ નામ શો થતું હતું.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.