Western Times News

Gujarati News

અંજારની GIDCમાં ભયાનક વિસ્ફોટ સાથે વિકરાળ આગ

પ્રતિકાત્મક

કચ્છ, અંજાર શહેરની GIDC માં આવેલા પ્લાસ્ટિકના ભંગાર વાડામાં ભયાનક વિસ્ફોટ સાથે વિકરાળ આગ ફાટી નિકળતા લોકોમાં અફડા તફડી મચી હતી. વિસ્ફોટ એટલો વિકરાળ હતો કે આસપાસનાં અનેક મીટર વિસ્તારમાં ન માત્ર અવાજ સંભળાયો હતો પરંતુ હળવું કંપન પણ અનુભવાયું હતું.

વિકરાળ આગના પગલે કિલોમીટરો દુરથી પણ ધુમાડાના ગોટેગોટા જાેઇ શકાતા હતા. ધુમાડાના ગોટેગાટાના પગલે સમગ્ર વિસ્તારમાં વિઝેબલિટી પર પણ ગંભીર અસર પડી હતી. આગ એટલી ભયાનક હતી કે કદાચ ઉડતુ પંખી પણ જાે હોય તો આ આગની ઝપટે ચડીને નીચે પટકાય.

હાલ લખાઇ રહ્યું છે ત્યાં સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. ૫ ફાયરની ટીમ વાહનો સાથે ઘટના સ્થળ પર છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ૭ થી ૮ સરકારી ખાનગી વાહનોની મદદથી આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

આ ઉપરાંત આસપાસમાં પણ આગ ન વ્યાપે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલ તો આ પ્લાસ્ટિક હોવાનાં કારણે આગ પર કાબુ મેળવવો લગભગ અશક્ય લાગી રહ્યો છે. જાે કે આને કારણે વાડના માલિકને પણ મોટુ નુકસાન થયાની શક્યતા છે.

પ્લાસ્ટિકના વ્યાપાર કરતી કંપનીઓને આયાતી ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ પ્લાસ્ટિક પુરૂ પાડતી આ કંપનીનું પ્લાસ્ટિક ખુબ જ મોંઘુ હોય છે. આ ઉપરાંત તે સામાન્ય પ્લાસ્ટિકની તુલનાએ ખુબ જ જ્વલંતશીલ પણ હોય છે. જેના કારણે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ મનાઇ રહ્યો છે.

જ્યાં સુધી આ તમામ પ્લાસ્ટિક બળી નથી જતું ત્યાં સુધી પાણીના મારા દ્વારા પણ આગ પર કાબુ મેળવવો લગભગ અશક્ય હોવાનું લાગી રહ્યું છે. જાે કે હાલ ફાયર જવાનો આ આગ વધારે વિકરાળ ન બને અને આસપાસ ન ફેલાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.